સત્યનારાયણ મંદિરમાં અમુક તત્વોએ વ્યવસ્થાપક સહિત સ્ટાફને માર મારતા રોષ

August 20, 2019 at 2:27 pm


પોરબંદરના સત્યનારાયણ મંદિરમાં અમુક તત્વોએ વ્યવસ્થાપક સહિત સ્ટાફને માર માર્યો હોવાથી પવિત્ર શ્રાવણ મહીનામાં મંદિરને ભકતોની સુરક્ષા માટે તાળા મારવા પડયા છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે કેટલાક શખ્સોએ બિનજરૂરી માથાકુટ કરીને વ્યવસ્થાપક સહિત સ્ટાફને માર મારતા દર્શન કરવા આવેલા સીનીયર સીટીઝનો હતઃપ્રભ થઇ ગયા હતા. બનાવની જાણ 100 નંબર પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. હાલમાં શ્રાવણ મહીનામાં મોટી સંખ્યામાં ભકતો દર્શનાથર્ે આવે છે ત્યારે તેઆેને કોઇ ઇજા કે માથાકુટ થાય નહી તે માટે તાત્કાલીક ધોરણે મંદિરના ટ્રસ્ટીઆે દ્વારા મંદિરને તાળા મારી દેવામાં આવ્éા હતા. એટલું જ નહી પરંતુ દરવાજા ઉપર તે અંગેનું બેનર પણ લગાડીને ‘અમુક તત્વો મંદિરમાં આવીને મારી ગયા અને વધારે તોફાન કરે તેવી શકયતાના હિસાબે મંદિરમાં આવતા ભકતોને નુકશાન થાય નહી તેવી વિનંતી સાથે મંદિરમાં પ્રવેશ કરવો નહી અને ભકતોની સલામતી માટેના આ પગલા મંદિર તરફથી નાછુટકે લેવામાં આવ્éા છે.’
ટ્રસ્ટી ભરતભાઇ માખેચાએ જણાવ્éું હતું કે, મંદિરમાં દર્શન સહિત પુજન-અર્ચન અને આરતી યથાવત રહેશે. પરંતુ ભકતો દર્શન માટે અંદર પ્રવેશી શકશે નહી. હુમલો કરનારાઆે સામે ગુન્હો નાેંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL