સદર જુમ્મા મિસ્જદમાં કિછૌછા શરીફના મોટા પીરેતરીકત

February 14, 2019 at 3:48 pm


કિછૌછા શરીફના મોટા પીરેતરીકત સૈયદ હઝરત અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયુલ જીલાની આવતીકાલ તા.15ને શુક્રવારના રોજ રાજકોટ પધારી રહ્યા છે અને ખુશીની સાથ જણાવવાનું કે આવતીકાલે જુમ્માના રોજ સદર જુમ્મા મિસ્જદમાં કિછૌછા શરીફના મોટા પીરેતરીકત નવાસાએ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ હઝરત અબુબકર શિબલી મીયાં બાપુ અશરફીયુલ જીલાની ખાસ જુમ્માની નમાઝ અદા કરાવશે અને પોતાની આગવી શૈલીમાં સદર જુમ્મા મિસ્જદના ઈમામ હાજી હાફીઝ અકરમબાપુ અને તમામ નમાઝી ભાઈઆેની હાજરીમાં વાઈઝ શરીફ ફરમાવશે.

આમ, સદર જુમ્મા મિસ્જદના ટ્રસ્ટીઆે જનાબ પ્રમુખ રફીકભાઈ દલવારી, મંત્રી હાજી ઈસ્માઈલભાઈ કુરેશી, ઉપપ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારિયા, ટ્રસ્ટી સૈયદ રફીકબાપુ બુખારીની યાદી જણાવે છે.

Comments

comments

VOTING POLL