સદર પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ૬ શખસો ઝબ્બે

June 12, 2019 at 6:39 pm


શહેરના સદરબજારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં છ શખસોને પ્ર.નગર પોલીસે ઝડપી લઈ વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સદરબજારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતો જાહીદ હત્પસેન, રફીક હસન શેખ, મહેબુબ અબુ ચૌહાણ, જુસબ દોલ મહંમદ ખેરાણી, જાકીર મહંમદમીયા કાદરી અને ઈરફાન નજીર કાસરિયાની પ્ર.નગર પોલીસ મથકના જમાદાર અરવિંદભાઈ મકવાણાએ ધરપકડ કરી તેની પાસેથી રૂા.૧૧,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.

Comments

comments

VOTING POLL