સદર બજારની આગમાં ચાર વાહનો ભસ્મીભૂતઃ આગ લાગી કે લગાડાઈ

November 7, 2018 at 2:25 pm


શહેરના સદર બજારમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી આગમાં ચાર વાહનો રિક્ષા, એકટીવા, હોન્ડા અને મોપેડ ભસ્મીભૂત થઇ જતા લાખોનું નુકશન થયાનું બહાર આવ્યું છે.જાણવા મળતી વિગત મુજબ સદર બજારમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારવાસીઆે એકઠા થઇ ગયા હતાં. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી. આ આગમાં અતુલ શિક્ત રિક્ષા જીજે-17વાય-507, એકટીવા નંબર જીજે-3ઇએફ-7702 તેમજ સન્ની મોપેડ અને હોન્ડા સીડી ભસ્મીભૂત થઇ જતાં લાખોનું નુકશાન થયાનું બહાર આવ્યું છે.
ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં સદર બજારમાં એકઠા થયેલા કચરાના ઢગલામાં ફટાકડો ફૂટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેમજ વિસ્તારમાં જ રહેતા લુખ્ખા શખસે આ આગ લગાડયાનો આક્ષેપ કરતા પોલીસે આગ લગાડી કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Comments

comments

VOTING POLL