સદર બજારમાં મુંબઇ સ્ટાઇલથી ચાલતાં વરલીના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

January 18, 2019 at 4:05 pm


રાજકોટના સદરબજારમાં સરાજાહેર મુંબઈ સ્ટાઈલથી ચાલતા વરલી મટકાના જુગાર ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિ»ગ સેલે દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે 11 શખસોને વરલીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. જ્યારે 10 શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂા.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસ આ મસમોટી વરલીની જુગાર કલબથી અજાણ હતી કે તેની મીઠી નજર હેઠળ જ જુગાર કલબ ચાલતી હતી ં તે અંગે ઉચ્ચ અધિકારીઆેએ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ગુનાખોરી વધી રહી છે સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃિત્તઆે પણ વધી રહી છે. મુંબઈમાં જેમ વરલી મટકાની કલબ ધમધમે છે તે રીતે જ રાજકોટમાં સરાજાહેર વરલી મટકાની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિ»ગ સેલે દરોડો પાડતાં જુગાર કલબમાં નાસભાગ મચી ગઈ હતી.
રાજકોટના ઈગલ પેટ્રાેલ પમ્પ પાસે સદર દરગાહ મેદાન, વાેંકળાના કાંઠે વરલી મટકાનો જુગાર રમતાં અબુ હસન ચૌહાણ, પરેશ દેવજી ચુડાસમા, અરવિંદ સવજી પાંભર, મુકેશ જેસુર કારિયા, હરેશ ચંદુ ગાંધી, રફીક અબુ ચૌહાણ, કાસમ હુસેન ચૌહાણ, મહેબુબ અબુ ચૌહાણ, દિનેશ વશરામ વાઘેલા, જીવરાજ ગોવિંદ ચાવડા અને અમન ફૈઝુદ્દીન મલેક નામના શખસો પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે આ દરોડામાં 10 જેટલા જુગારીઆે ભાગી છૂટયા હતા. પોલીસે વરલીના જુગારમાં રૂા.39,950 રોકડા તથા મોબાઈલ અને વાહનો મળી રૂા.2.03 લાખનો મુદ્દામાલ તેમજ અલગ-અલગ આંકડા લખેલી એક ડઝન ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કદાચ પ્રથમ વખત વરલી મટકાના મોટા જુગાર ઉપર પોલીસે ત્રાટકી મુદ્દામાલ સહિત 11 શખસોની ધરપકડ કરી છે. આ દરોડામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રñાથર્ સજાર્યો છે. મુંબઈની જેમ સરાજાહેર વરલીના જુગારમાં કોઈએ મંજૂરી આપી કે પોલીસના ભય વગર આ જુગાર કલબ ચાલતી હતી ં તે અંગે તપાસ શરૂ કરાઈ છે. ડી.જી.વિજીલીન્સના દરોડા બાદ જૂગારીઆેને પોલીસ કમિશનર કચેરી લીમડાનો સ્વાદ ચખાડાયો હતો.

Comments

comments

VOTING POLL