સબસીડી વગરના રાંધણ ગેસના બાટલાનો ભાવ ચાર આંકડાને પાર!

November 23, 2018 at 11:16 am


દેશમાં વિવિધ જગ્યાએ બિન-સબસિડીકૃત ઘરેલું 14.2 કિલોનાં એલપીજી સિલિન્ડરની કિંમતને રુ 1000 સુધી ચિિંત કરવામાં આવી છે. જાન્યુઆરીમાં ગ્રાહકોએ રાંધણ ગેસના સિલિન્ડર માટે 200 રુ વધુ ચુકવણી કરી છે. તો વિશ્લેષકો આ બાબતે કહે છે કે, હવે 1,000 રુપિયા એ નવો સામાન્ય ભાવ છે.

પટણામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત રુપિયા 1,039 અને રાયપુરમાં 1,017 રુપિયા છે. જ્યારે સૌથી વધુ દાર્જિલિંગમાં 1,111 રુપિયા અને આઈઝોલમાં 1,081 રુપિયા તેમજ જમ્મુ ક્ષેત્ર અને કણાર્ટકનાં બીદારમાં અનુક્રમે 1,003 અને 1,015 રુપિયા ગેસ સિલિન્ડરની કિંમત છે. તેમજ ગેસ સિલિન્ડર હવે રુ. 969 ચેન્નાઈમાં, રુ .971 કલકત્તામાં અને દિલ્હીમાં રુ. 942 નાં ભાવે વેચાશે. આ સાથે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત સમગ્ર દેશનાં અન્ય મુખ્ય શહેરોમાં તે ચાર આંકડાની સંખ્યાને નજીક પહાેંચી ગઈ છે.સ્થાનિક પેટ્રાેલ અને ડીઝલના ભાવ જે દૈનિક ધોરણે નક્કી કરવામાં આવે છે, જ્યારે તેનાથી વિપરીત ઘરેલુ એલપીજીના ભાવમાં દર મહિને સુધારો કરવામાં આવે છે.

જોકે, આેક્ટોબર 2016 માં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની એનડીએ સરકાર મે મહિનામાં આેફિસમાં આવી ત્યારથી આ ભાવ સૌથી નીચો હોવા છતાં તે ગ્રાહકો માટે દયનીય નથી કારણ કે ભાવમાં ત્યારથી જ બમણો વધારો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની મૂળ કિંમત અને આરોપિત કિંમત અલગ પડે છે કારણ કે, બોટલિંગ પ્લાન્ટથી રિટેલ આઉટલેટ્સ સુધીનો પરિવહન ખર્ચ ગેસ સિલિંડરોના ભાવમાં પ્રતિબિંબિત થાય છે.

એલપીજી ડિસ્ટિ²બ્યુટરોને ચૂકવવામાં આવતા કમિશનમાં વધારો ગ્રાહકો પર પણ પસાર કરવામાં આવે છે. ભારત કુદરતી પ્રાકૃતિક ગેસના મુખ્ય આયાતકારો પૈકીનું એક છે, તેથી એલપીજીની છૂટક કિંમત નક્કી કરવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટ તેમાં ભૂમિકા ભજવે છે.સ્થાનિક એલપીજીના ભાવ વધારા પર સરકાર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ કેટલાક સ્રાેતો સૂચવે છે કે ડિસેમ્બરમાં ભાવ ઘટવાની શક્યતાઆે છે.

Comments

comments

VOTING POLL