સબસીડી વગરનો રાંધણ ગેસનો બાટલો આજથી 100 રૂપિયા સસ્તો

July 1, 2019 at 10:41 am


સિબ્સડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રુપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવ્યું છે. એક જુલાઇથી દિલ્હીમાં ઘરેલુ ઉપયોગનું સિલિન્ડર 637 રુપિયામાં ઉપલબ્ધ થશે. તેલ કંપનીઆેએ આ માહિતી આપી હતી. સિબ્સડી વગરનાં ઘરેલુ સિલિન્ડરનાં બજારના મુલ્યમાં ઘટાડો થવાની સાથે જ સિબ્સડીયુક્ત સિલિન્ડરનાં ઘરેલુ ગ્રાહકોને એક જુલાઇથી રિફિલ પ્રાપ્ત થવા અંગે 737.50 રુપિયાનાં બદલે 637 રુપિયાની ચુકવણી કરવી પડશે.
જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન આેઇલ કોર્પોરેશનની રવિવારે બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં એવી માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા અને ડોલર રુપિયાનાં વિનિમય દરમાં આવેલા પરિવર્તનનાં પ્રભાવ સ્વરુપ એલપીજી સિલિન્ડર (14.2 કિલો) ના ભાવમાં ઘટાડો આવ્યો છે. નવા દર એક જુલાઇથી પ્રભાવી થશે

.

સિબ્સડીયુક્ત રસોઇ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને રિફિલ લેતા સમયે બજાર મુલ્ય પર ચુકવણી કરવી પડતી હોય છે. ત્યાર બાદ સિબ્સડીની રકમના બેંક ખાતામાં ચુકવી દેવાય છે. ગ્રાહકોને એક વર્ષમાં 12 સિલિન્ડર સિબ્સડીવાળા મળે છે. એલપીજી સિલિન્ડરના મુલ્યમાં આવેલા ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રુપિયા પ્રતિ સિલિન્ડરની સિબ્સડીની રકમ મળવા અંગે જુલાઇ 2019માં સિલિન્ડરના પ્રભાવી દર 494.35 રુપિયા પડશે.

Comments

comments

VOTING POLL