‘સબ કો ઇદ મુબારક’ની શુભકામના સાથે રમજાન ઇદની ઉમંગભેર ઉજવણી

June 5, 2019 at 11:17 am


‘ઇદ મુબારક’ની શુભેચ્છા સાથે આજે સૌરાષ્ટ્ર-કચ્છના મુિસ્લમ સમાજ દ્વારા રમજાન ઇદની ઉજવણી થઇ હતી. ગત સાંજે ચાંદના દિદાર થતાં બિરાદરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રમજાન ઇદની શાનદાર ઉજવણી થઇ. સતત આખો માસ આકરાં તાપ વચ્ચે પણ મુિસ્લમ સમાજના બાળકોથી લઇ બુઝુર્ગોએ રોજા રાખી ખુદાની બંદગી કરી હતી આજે રમજાન માસ પૂર્ણ થતાં ઇદની સેવઇથી મીઠું મો કરાવી એકમેકને ગળે ભેટીને મુબારકબાદી પાઠવી ઇદની ઉજવણી કરી હતી.

રમજાન ઇદના તહેવારને લઇ મુિસ્લમ સમાજમાં ઉલ્લાસ જોવા મýયો હતો. ઘરો, ઇદગાહો, મિસ્જદમાં રોશનીના શણગાર કરાયા છે. આ પવિત્ર માસમાં જકાતનું વિશેષ મહત્વ હોય છે. આથી બિરાદરો વેપારની બચતમાંથી આિથર્ક જરૂરીયાત મંદોને સહાય કરે છે.
29 દિવસ રોજા રાખી અલ્લાહની બંદગીમાં પસાર કરીને આજે ઇદની ઉજવણી થઇ હતી. સવારે 8 કલાકે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. રાજકોટની જુદી-જુદી 45 જેટલી મિસ્જદોમાં નમાજ પઢવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL