સમગ્ર દુનિયા ઉપર 188 લાખ કરોડ ડોલરનું દેવુંઃ ભારત પર કેટલું છેં

November 8, 2019 at 11:09 am


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપોર્ટ મુજબ, સમગ્ર વિશ્વ પર દેવાનો બોજ લગભગ 188 ટિ²લિયન ડોલર (188 લાખ ડોલર)નો છે. રકમનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે, ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે, જ્યારે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ 21.35 લાખ કરોડ ડોલરનો છે.

આઈએમએફની પ્રમુખ qક્રસ્ટલીના જોજીવાર્એ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોનની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે, જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે, તો સરકારો અને ઈન્ડિવિÈયુઅલ ખતરામાં પડી જશે. ઉલ્લેખનીય છે કે, 2016માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ લગભગ 188 લાખ કરોડ ડોલર હતો.
જૂન મહિનામાં રિઝર્વ બેંક આેફ ઈન્ડિયા (આરબીઆઈ)નો એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ, ભારતનું કુલ વિદેશી દેવું 2019 સુધી 543 અબજ ડોલર હતું. માર્ચ 2018ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ 13.7 અબજ ડોલરનો વધારો થયો. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ 19.7 ટકા હતી.
કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રુપિયા માત્ર દેવા પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરી દે છે. ગત બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે 5.75 લાખ કરોડ રુપિયા એલોટ કર્યા હતા. બજેટ 2019-20ની વાત કરીએ તો સરકારએ લગભગ 27.80 લાખ કરોડ રુપિયા ખર્ચનો લક્ષ્ય રાખ્યો છે.

Comments

comments