સમગ્ર દેશમાં બ્રોડગેજ રેલવેનું લક્ષ્યાંક

February 1, 2018 at 3:12 pm


2017-18ની શ થયેલ સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટને આવરી લેવાની શ થયેલી પ્રણાલિકા 2018-19ના બજેટમાં પણ જાળવી રાખવામાં આવી છે જે મુજબ રેલવે મંત્રાલય માટે એક લાખ 48 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત એવો ધ્યેય જાહેર કરાયો છે કે આગામી વર્ષોમાં ભારતની તમામ રેલવે લાઈનો બ્રોડગેજ જ હશે. આ વર્ષના બજેટથી જ 3500 કિલોમીટરને બ્રોડગેજમાં પાંતરિત કરવાની સ્કીમ સાથે આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો પ્રારંભ થશે. વડોદરા ખાતે રેલવે યુનિવર્સિટી સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત બૂલેટ ટ્રેનના પ્રોજેકટ પર દેખરેખ રાખવા વડોદરામાં જ ખાસ સંસ્થાન ઉભું કરવામાં આવશે.
પોતાના બજેટમાં કરેલી જાહેરાત મુજબ 600 રેલવે સ્ટેશનોને વધુ આધૂનિક બનાવવામાં આવશે. તમામ સ્ટેશનો અને રેલવે કોચ પર સીસીટીવી મુકવાની યોજના અમલી બનાવવામાં આવશે જેથી યાંત્રિકોની સલામતી પર દેખરેખ રાખી શકાય. મોટાભાગના સ્ટેશનો પર વોર્નિંગ સીસ્ટમ પણ મુકાશે. આ ઉપરાંત અમુક યોજનાઓનો પીપીપી (લોકભાગીદારી) યોજનાથી આગળ વધારાશે.
ગત વર્ષના બજેટમાં જેની જાહેરાત થઈ હતી તે અમદાવાદ, મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેનનું કામ શ થઈ ગયું છે અને શકય એટલું વહેલું પૂર્ણ કરવાની યોજના વિચારવામાં આવી છે. આ બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો મુજબ ઉત્તર-પૂર્વ વિસ્તારને રેલવેના નકશામાં પ્રાધાન્ય આપવા વધુને વધુ પ્રોજેકટો ફાળવવામાં આવ્યા છે.
સરહદી વિસ્તારોમાં જેમ મીટરગેજ લાઈનો છે તેને બ્રોડગેજમાં ફેરવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉના બજેટમાં જે જાહેરાતો થઈ છે તેને આગળ વધારાશે.
રેલવેની મુસાફરી સલામતીનો પયર્યિ બને તે દિશામાં જરી તમામ પગલાં ભરવા અને પૂર્વ રેલવેમંત્રીએ રેલવેના સ્ટેશન અને કોચની સફાઈ માટે જે અભિગમ અપ્નાવેલો તે અભિગમ જાળવી રાખી સ્વચ્છ રેલવે-સ્વસ્થ રેલવેનું સૂત્ર પણ સાકાર કરાશે.

Comments

comments

VOTING POLL