સમઢીયાળા-1 ગામે યુવાનની હત્યા

May 16, 2018 at 4:39 pm


અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા-1 ગામે ગત મોડીરાત્રિના સજાર્યેલી મારામારીમાં લોહીયાળ ઇજા પામેલા યુવાનને પ્રથમ મહુવા અને ત્યારબાદ વધુ સારવાર અથર્ે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આગળ તેનું ટુંકી સારવારમાં મોત નિપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ પોલીસે જરૂરી નાેંધ લઇ ઘટના પીપાવાવ અલંગ પોલીસની હદમાં બની હોય પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી.
ઘટના અંગેની મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા-1 ગામે રહેતા જેન્તીભાઇ કાંતિભાઇ મારૂ (ઉ.વ.25)ને ગત મોડીરાત્રે સમઢીયાળા-1 ગામે સજાર્યેલી મારામારીમાં લોહીયાળ ઇજાઆે થતાં તેને પ્રથમ મહુવા અને ત્યારબાદ વધુ સારવાર અથર્ે મધ્યરાત્રિ બાદ અત્રેની સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આગળ જેન્તીભાઇ કાંતિભાઇ મારૂનું ટુંકી સારવારમાં મોત નિપજ્યું હતું. આ અંગે હોિસ્5ટલ પોલીસે મૃતક જેન્તીભાઇ કાંતિભાઇ મારૂના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથર્ે ખસેડી મારામારીની ઘટના પીપાવાવ મરીન પોલીસની હદમાં બની હોય આ અંગેની જાણ પીપાવાવ મરીન પોલીસને કરતા પીપાવાવ મરીન પોલીસ ભાવનગર આવવા રવાના થઇ હોવાનું સુત્રોથી જાણવા મળ્યું હતું.

Comments

comments

VOTING POLL