સમર્પણ નિધિમાં રૂપિયા 1 કરોડ ફંડ એકત્ર કરવા શહેર ભાજપનો લક્ષયાંક

February 12, 2019 at 2:43 pm


આજથી મેરા પરિવાર, ભાજપ પરિવાર અભિયાનનો પણ પ્રારંભ ઃ બંને વિધાનસભામાં મળી એક હજાર ઘર પર લહેરાશે ભાજપનો ધ્વજ

ચૂંટણી લડવા અને જીત મેળવવા પૈસાને પ્રાધાન્ય આપવું પડે છે તે જગ જાહેર છે ત્યારે દેશની સૌથી ધનવાન પાર્ટી ભાજપે લોકસભા ચૂંટણી પૂર્વે ફંડ એકત્ર કરવા કાર્યક્રમ જાહેર કર્યો છે. ગત વખતે ધનસંગ્રહ યોજના હતી જે આ વખતે સમર્પણ નિધિના નામે આેળખાશે જેમાં ભાવનગર શહેર ભાજપે રુ.1 કરોડ ફંડ જમા કરાવવા લક્ષયાંક સેવ્યો છે.
શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી માટે પક્ષના નાનામાં નાના કાર્યકરોમાં ઉત્સાહ જણાઈ રહ્યાે છે. તેમણે જણાવ્યું હતું કે, 2012માં ધન સંગ્રહ યોજનામાં ભાવનગર શહેર ભાજપ તરફથી અપાયેલ ફંડ કરતા આ વખતે બે ગણુ ફંડ આપવા અમારો લક્ષયાંક છે અને આ માટે રુ.1 કરોડ એકત્ર કરાશે. જેમાં નગરસેવકને 10-10 હજારનું ફંડ એકત્ર કરવાનું છે એ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, હોદેદારો, પદાધિકારીઆે તેમજ પૂર્વ હોદેદારો, પૂર્વ પદાધિકારીઆેને પણ ફંડ એકત્ર કરવા પાર્ટીએ જવાબદારી સાેંપી છે.
આ ઉપરાંત ચૂંટણીને અનુલક્ષી આજથી રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહએ અમદાવાદથી મેરા પરિવાર, ભાજપ પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ભાવનગરમાં પણ આ અભિયાન તા.12, 13 અને 14 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ ચલાવાશે અને પૂર્વ તથા પિશ્ચમ વિધાનસભા મતક્ષેત્રમાં 500-500 ઘરે ભાજપના ફ્લેગ લગાવામાં આવશે.

Comments

comments

VOTING POLL