સમાજ અને સંગઠનને તોડનારા અનેક પરીબળો સામે ઝઝુમતી હિન્દુ સેના

February 6, 2018 at 12:17 pm


જામનગરમાં હિન્દુ સેનાના અભ્યાસ વર્ગમાં શહેરના 26 જવાબદાર હોદ્દેદારોની અપેક્ષીતમાં 18 ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતીમાં આ વર્ગનું આયોજન થયેલુ હતું, આ વર્ગમાં વિદ્યા ભરતીના જિલ્લા સંયોજક ગીરીશભાઇ બુધ્ધદેવે હોદ્દેદારોને જવાબદારીની સમજણ શકિત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, સમાજ તેમજ સંગઠનને તોડવા અનેક પરીબળો કામ કરી રહ્યા હોય છે તેમંા પણ નાત, જાત, જ્ઞાતિથી દુર રહી હિન્દુ એક થઇને હિન્દુ સેનાના કાર્યો કરતા રહેવા, જરૂર પડયે સેવા સાથે સંઘર્ષપણ કરવો પડે તો હિન્દ સેના માટે અચકાવું નહી.

આ વર્ગના બીજા સત્રમાં હિન્દુ સેના ધર્મચાર્ય વિભાગના સૌરાષ્ટ્રના અધ્યક્ષ કપિલ મારાજે પોતાની જવાબદારી પ્રમાણે ધર્મને ભુલવો નહી, યુવાનોએ વ્યસન, પરમાટીથી દૂર રહેવા અપીલ કરી, આપણી સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું, વધુમાં ધર્મના નામે ઘુસેલા દૂષણોથી સાવચેત રહેવા પણ જણાવ્યું હતું, ત્યારબાદ હિન્દુ સેનાના અશોકભાઇ ઠકકરે બધા સૈનિકોને પોતાના માતા પિતા સહિત યોગ વેદાન્ત સમિતિના માતૃપિતૃ પૂજનમાં જોડવા સુચન કરેલુ હતું.

આ વર્ગમંા હિન્દુ સેનાના અખાડીયન વિભાગ, ડોકયુમેન્ટસ વિભાગ, સાયબર ક્રાઇમ એન્ડ ઇન્ટેલીજન્સ સવિર્સ, ગૌરક્ષા વિભાગ, બોલીવુડ વોચ, જી.એચ.એસ.આઇ., કોલેજીયન વિભાગ, યુવા પાંખ, સોશ્યલ મિડીયા વિભાગ સહિતના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રમુખ દ્વારા અલગ અલગ વિભાગ પોતાના કાર્યોને વેગ અપાવે તેવું જણાવ્યું હતું, અને ઇ.સ. 2018 વર્ષને સંગઠન પર્વ તરીકે ઉજવવા અને સંગઠનમાં વધારો લાવવા પ્રયત્ન્ કરવા તથા બીજા જિલ્લા, તાલુકામાં કામોને વેગ મળે તે માટે પહેલ જામનગરથી થાય તેવો પણ આગ્રહ રાખ્યો હતો, સંપૂર્ણ અભ્યાસ વર્ગમાં કાર્યકતાર્ના િસ્નમાર્ણ અને હોદ્દેદારોને અનુસાશન તથા કાર્યપધ્ધતિથી વાકેફ કર્યા હતાં.

Comments

comments