સમાજ સુરક્ષા ખાતાએ જેતપુરમાં આયોજિત બાળ લગ્ન અટકાવ્યા

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી રાજકોટને જેતપુરમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. આ અંગે તેઆેને લેખિતમાં ફરિયાદ મળી હતી. જે અંગે જેતપુર પોલીસને સાથે રાખીને તપાસ કરતાં વરની ઉંમર કાયદાકીય દૃિષ્ટએ લગ્ન કરવા યોગ્ય જણાઈ ન હતી. જેથી આ બાળ લગ્ન થતા અટકાવવાના આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી રાજકોટની લગ્ન સંબંધિત ફરિયાદ મળી હતી જેના અનુસંધાને જેતપુરના નવાગઢ મુકામે હાઈવે ચોકડી પાસેના વિસ્તારમાં સ્થળ તપાસ માટે જેતપુર પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ કરતા પ્રફુલભાઈ ખોડાભાઈ સોલંકીની પુત્રી કાજલ ઉંમર વર્ષ 18 ના લગ્ન માધાપર હાઇવે પર શંકર ટ્રેકટરની સામે ભુજ ના રહેવાસી સંજયભાઈ અમૃતભાઈ ચૌધરી ના દિકરા ઉમર વર્ષ 18 વર્ષ 5 માસ સાથે દીકરીના પિતાના ઘેર સવારના સમયમાં તારીખ 30ના રોજ યોજવામાં આવી રહ્યા હતા.
આ સમયે અધિકારીઆેની ટીમે સ્થળ તપાસ દરમિયાન નાેંધ્યું હતું કે વરપક્ષે દશાર્વેલી સાગરની ઉંમર લગ્ન માટે પુખ્ત જણાઈ ન હતી. જેથી બાળ લગ્ન અટકાયત અધિનિયમ 2006 હેઠળ ગુન્હો બનતો અટકાવી લગ્ન વિધિ શરુ થઈ હતી તે સમયે જ પોલીસને સાથે રાખીને આ બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા. આ બાળકની કાર્યવાહી દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાજકોટને બાળ લગ્ન અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.