સમાન વેતનનો નિયમ લાગુ કરવા તૈયારી: ચાર કરોડ કર્મચારીઓને થશે ફાયદો

June 24, 2019 at 10:56 am


સરકાર દેશભરના શ્રમિકોને ટૂંક સમયમાં સમાન ન્યુનત્તમ વેતનની મોટી ભેટ આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સમાન વેતન આપવા માટે શ્રમ મંત્રાલય આવતાં સપ્તાહે ‘વેતન સંહિતા ખરડા’ના ડ્રાફટને મંજૂરી માટે મંત્રીમંડળ સમક્ષ મુકી શકે છે. મંત્રીમંડળ તરફથી મંજૂરી મળ્યા બાદ ખરડાને સંસદના ચાલું સત્રમાં રજૂ કરવામાં આવશે. મંત્રાલય સંસદના હાલના સત્રમાં આ ખરડાને પસાર કરાવવા માગે છે. સંસદ તરફથી મંજૂરી મળતાંની સાથે જ શ્રમિકો માટે સમાન ન્યુનત્તમ વેતનનો રસ્તો સાફ થઈ જશે. ખરડામાં જોગવાઈ છે કે કેન્દ્ર સરકાર રેલવે અને ખનન સહિત અમુક ક્ષેત્ર માટે મજૂરી નિશ્ર્ચિત કરશે. બીજી બાજુ રાજ્ય અન્ય શ્રેણીના રોજગારો માટે ન્યુનત્તમ મજૂરી નિર્ધિરિત કરવા માટે સ્વતંત્ર હશે. ખરડામાં કહેવાયું છે કે ન્યુનત્તમ મજૂરીમાં દર પાંચ વર્ષે સંશોધન પણ કરવામાં આવશે.

આ ખરડો પસાર થઈ જાય તો 4 કરોડથી વધુ કર્મચારીઓને લાભ મળશે. આ ખરડામાં 18 હજાર પિયા ન્યુનત્તમ વેતનની સીમા પણ લાગુ પડશે નહીં. આ પહેલાં 16મી લોકસભા ભંગ થવાને કારણે આ ખરડો પસાર થઈ શક્યો નહોતો પરંતુ હવે તેને ઝડપથી પસાર કરાવવા ઉપર જોર અપાશે.

Comments

comments

VOTING POLL