સરકારની મંજૂરી વગર એસ.ટી. નિગમે ભરતીની જાહેરાત કરી, પરીક્ષા પણ લઈ લીધી

August 30, 2018 at 10:50 am


Spread the love

એસ.ટી. નિગમના વહીવટમાં કેટલી લાલિયાવાડી ચાલે છે તેનો તાજો દાખલો પ્રકાશમાં આવ્યો છે. કંડક્ટર કેટેગરીની કુલ 1997 જગ્યા માટે ભરતી પ્રqક્રયા યોજાવા નિગમે જાહેરાત કરી હતી. તે માટે 10મી જુલાઈએ પરીક્ષા લેવાઈ હતી. જોકે, તપાસ કરતા ધ્યાને આવ્યું કે, નિગમે જેટલી જગ્યા માટે જાહેરાત કરી હતી તે પૈકીની 983 જગ્યા માટે સરકારે મંજૂરી જ આપી ન હતી. આમ, સરકારની મંજૂરી વગર જ નિગમે જાહેરાત બહાર પાડી ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કર્યાનો આક્ષેપ થઈ રહ્યાે છે..

નિગમના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઉમેદવારો પાસે ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી મળવામાં મુશ્કેલી થઈ રહી છે ત્યારે નિગમના અધિકારીઆેએ આવા યુવાનોને દાÈયા પર ડામ આપવાનું કામ કર્યું છે. કંડક્ટર કક્ષાની આ જગ્યાઆે માટે ડબલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઆેએ અરજી કરી હતી. મહિને 10 હજારનો પગાર અને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આ યુવાનો નોકરી કરવા રાજી થયા હતાં. 1997 જગ્યા માટે 1.22 લાખ જેટલી અરજી આવી હતી. 25 આેગસ્ટે પ્રથમ મેરિટ યાદી તૈયાર થઈ હતી જેમાં 29960 ઉમેદવારોનો સમાવેશ થયો હતો. મુદ્દાની વાત એ છે કે, સરકારે જે જગ્યાઆે ભરવા મંજૂરી જ નથી આપી તો નિગમે કયા આધારે જાહેરાત કરી તે તપાસનો વિષય બન્યાે છે. નિગમની આ ભરતીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યાે છે. નિગમે છેલ્લે ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં પણ ચેડાં કરવામાં આવ્યા હોવાનું અને બાદમાં મળતીયાઆેના નામનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે..

પરીક્ષામાં પાસ ઉમેદવારોએ કહ્યું કે, 10 હજારની નોકરી મળવી પણ મુશ્કેલ છે તે માટે સવા લાખ લોકો કંડક્ટરની નોકરી કરવા માટે તૈયાર થયા હતા અને હવે તેમાં પણ છબરડો થયો છે. સરકારે જગ્યા ભરવા હજુ મંજૂરી નથી આપી તેના કારણે પાસ થયેલા 983 ઉમેદવારને સરકારની મંજૂરી આવે ત્યાં સુધી રાહ જોવી પડશે..