સરકારની 1.20 કરોડ ચો.મી. જમીનમાં શરતભંગઃ 40 ટકા કબજો પરત લેવાયો

July 17, 2019 at 5:24 pm


રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 1,20,36,951 ચો.મી. જમીનમાં શરતભંગ દાખલ કરવામાં આવે છે તે પૈકીની 48,49,625 ચો.મી. જમીનનો કબજો રાજ્યના મહેસુલ વિભાગે લીધો હતો. જ્યારે 60,21,192 ચો.મી. જમીનનો કબજો લેવાનો બાકી છે એટલે કે શરતભંગ થયેલી જમીન પૈકીની 60 ટકા જમીનનો કબજો લેવાનો બાકી છે. આ વિગતે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવેલા જેના જવાબમાં ખૂલવા પામ્યું છે. રાજ્યના મહેસુલમંત્રી વતી જવાબ આપતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ફલોર પર જણાવ્યું હતું કે, આવી જમીન સંદર્ભે જિલ્લાઆેને સમયાંતરે મળતી રહે છે. પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે.

Comments

comments