સરકારી કચેરીઆેમાં આજથી રજાનો માહોલઃ ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાતું જનજીવન

November 7, 2018 at 2:07 pm


આજથી સરકારી કચેરીઆેમાં રજાનો માહોલ છવાઈ ગયો છે. આજે દિવાળી અને કાલે બેસતા વર્ષની રજા છે. આગળ-પાછળ રજાના ‘લટકણિયા’ કરીને મોટાભાગના અધિકારીઆે અને કર્મચારીઆે રજાની મજા માણવામા લાગી ગયા છે. બીજીબાજુ લોકો પણ માેંઘવારી, મંદી સહિતના પ્રશ્નો અને આધિ, વ્યાધિ, ઉપાધિ કોરાણે મુકી તહેવારોની મજા માણવામાં લાગી જતાં સમગ્ર જનજીવન ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાઈ ગયું છે.
જો કે, રેવન્યુ, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના અમુક અધિકારીઆે આજે દિવાળીના દિવસે પણ કામમાં રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોર બાદ પોતાના હોમ ટાઉન રાજકોટમાં આવ્યા હોવાથી આ ત્રણે વિભાગ તેની તૈયારીમાં દોડધામમાં પડી ગયું હતું. દિવાળીના તહેવારોમાં પોલીસ જવાનો બંદોબસ્તમાં હોવાથી તેમના માટે પણ આજનો તહેવાર ખાસ માણી શકાયો નથી.
એકસાથે એક અઠવાડિયાની રજાની ગોઠવણ કરી અનેક પરિવારો ફરવા માટે બહાર નીકળી ગયા છે અને તેના કારણે એસટી-ખાનગી બસો, ટેકસીવાળાઆેને તડાકો પડયો છે. ભાઈબીજ સુધી તહેવારનો માહોલ છવાયેલો રહેશે અને લાભ પાંચમથી ફરી કામ-ધંધા શરૂ થશે.

Comments

comments

VOTING POLL