સરકારી કચેરીઆેમાં બંધનું સૂરસૂરિયુંઃ રાબેતા મુજબ કામકાજ ચાલુ

September 10, 2018 at 3:12 pm


સામાન્ય રીતે બંધના દિવસે સરકારી કચેરીઆેમાં પણ ‘ઉડે-ઉડે’ જેવો માહોલ હોય છે પરંતુ કાેંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં આજે સરકારી કચેરીઆેમાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને તમામ કચેરીઆેમાં રાબેતા મુજબની કામગીરી ચાલુ રહી હતી.

આજે બંધનું એલાન હોવા છતાં કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બહુમાળી ભવન, જૂની કલેકટર કચેરી, મહાનગરપાલિકા, પીજીવીસીએલ, પીડબલ્યુડી સહિતની તમામ કચેરીઆેમાં રાબેતા મુજબનું કામકાજ ચાલુ રહ્યું હતું. એટલું જ નહી આજે બંધના કારણે અમુક કચેરીઆેમાં તો અધિકારીઆે-કર્મચારીઆેને ફરજિયાત રીતે હાજર રહેવા પણ જણાવવામાં આવ્યકું હતું.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં પણ આજે બંધની કોઈ અસર જોવા મળી ન હતી અને રૂટિન મુજબના કામકાજો ચાલુ રહ્યા હતા.

Comments

comments

VOTING POLL