સરકારી કર્મચારીઆેએ આંદોલનનું રણશિંગું ફૂંકયુંઃ તા.12થી રેલી-ધરણાં

August 30, 2018 at 10:55 am


ગુજરાત સરકારના લાખો કર્મચારીઆેને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે અવારનવારની લેખિત-મૌખિક રજૂઆત છતાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં આખરે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ સહિતના યુનિયનના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવી હવે જો પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આગામી તા.12થી સમગ્ર રાજ્યમાં કર્મચારીઆે આંદોલનના માર્ગે જશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.

વિષ્ણુભાઈ પટેલે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઆેના બનેલા ફેડરેશનની મિટિંગ મળી હતી અને તેમાં સવાર્નુમત્તે એવો નિર્ણય લેવાયો છે કે જો પડતર પ્રશ્નોનો હવે ઉકેલ ન આવે તો આંદોલન કરવું પડશે અને તે મુજબ આગામી તા.12થી રિસેસના સમયના સૂત્રોચ્ચાર કરાશે અને કાળીપટ્ટી ધારણ કરી કર્મચારીઆે ફરજ બજાવશે. તા.30 સુધીમાં ઉકેલ ન આવે તો તા.6 આેકટોબરે ગાંધીનગરમાં ધરણાં કરવામાં આવશે અને તેમાં સમગ્ર રાજ્યમાંથી તમામ ફેડરેશનના હોદ્દેદારો અને કર્મચારીઆે હાજરી આપશે. ધરણાંના કાર્યક્રમમાં જ ઉગ્ર આંદોલનનો કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે અને તેમાં જિલ્લા મથકોએ ધરણાં, રેલી જેવા કાર્યક્રમો જાહેર કરાશે.

ફિકસ પગારના કર્મચારીઆેને નિમણૂકની તારીખથી પુરો પગાર આપવા, તા.1-1-2018થી કેન્દ્ર સરકારના ધોરણે બે ટકા માેંઘવારી ભથ્થાનો વધારો રોકણમાં ચૂકવવા, સાતમા પગારપંચ અન્વયે બાકી રહેતા સીએલએ, એચઆરએ, મેડિકલ, શિક્ષણ જેવા ભથ્થાઆે ચૂકવવા, જૂની પેન્શન યોજના લાગુ પાડવા, આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરવા, કર્મચારીઆેને 10 લાખની મર્યાદામાં મેડિકલ કાર્ડ આપવા અને વીમા કવચ આપવા, 50 વર્ષથી મોટીવયના કર્મચારીઆેને તમામ પ્રકારની પરીક્ષાઆેમાંથી મુિક્ત આપવા સહિતની 17 માગણીઆે રજૂ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL