સરકારી બેન્કોમાં સુધારાનો નવો રાઉન્ડ ટૂંક સમયમાં

May 23, 2019 at 11:25 am


પીએસયુ બેન્કોમાં મોટા ફેરફાર માટે આગામી સમયમાં ઘણાં પગલાં લેવાની તૈયારી થઈ રહી છે, એજન્ડામાં સૌથી ઉપર સરકારી બેન્કોનું કોન્સોલિડેશન છે, જેના નિર્દેશોની યાદી અલગથી તૈયાર થઈ રહી છે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં ઈએએસઈ (એન્હેન્સ્ડ એકસેસ એન્ડ સર્વિસ એકસેલન્સ) પ્રોગ્રામ દ્રારા બીજા તબકકાના સુધારા શરૂ કરીશું.

પીએસયુ બેન્કોને સંભવિત મર્જર અને એકિવઝિશનના મૂલ્યાંક માટે યોગ્ય એન્ટિટી પસદં કરવા જણાવાયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બે સ્વતત્રં પ્રક્રિયા એકસાથે ચાલી રહી છે. સરકારના મગજમાં કેટલાંક કોમ્બિનેશન છે અને બેન્કોના વિવિધ ઈનપુટના આધારે તે આખરી નિર્ણય લેશે. કેટલાંક સંભવિત કોમ્બિનેશન પીએનબી અને બીઓએલની આસપાસર આકાર લઈ રહ્યાં છે. સરકારે ગયા વર્ષે ઈએએસઈ પ્રોગ્રામ હેઠળ પીએસયુ બેન્કો માટે સુધારાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના ભાગરૂપે બેન્કોની જોખમ લેવાની ક્ષમતાના માળખાને આધારે બોર્ડ દ્રારા મંજૂર કરાયેલા વ્યૂહાત્મક વિઝન નકકી કરવા જણાવ્યું હતું.

નાણામંત્રાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, બે મહિનાથી અમે પીએસયુ બેન્કો સાથે ચર્ચા અને સમીક્ષા કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે યોગ્ય અને સ્વચ્છ ધિરાણ માટેના પગલાં જાહેર કરીશું.

Comments

comments

VOTING POLL