સરકાર અમારી છાતીમાં ગોળી ધરબી દે નહી તો થાય તે કરી લ્યેઃ હાદિર્ક

August 25, 2018 at 12:36 pm


પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફી સાથે આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાદિર્ક પટેલે ઉપવાસ શરૂ થાય તે પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સરકારે અમને આંદોલન કરવાની મંજૂરી આપી નથી અને અમારા સેંકડો કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સરકારે અમારું આંદોલન કચડી નાખવું હોય તો અમારી છાતીમાં ગોળી ધરબી દે નહીતર થાય તે કરી લ્યે કારણ કે અમે અમારું આંદોલન છોડવાના નથી.

હાદિર્કે કહ્યું હતું કે સરકાર આંદોલન અટકાવવાના ગમે એટલા પ્રયાસો કરી લ્યે, અમે કાગડા-કૂતરાના મોતે મરી જઈશું પરંતુ નપુસંક બનીને ભાજપ સરકારનો અન્યાય સહન નહી કરીએ. હાદિર્કે ભાજપની સરકારને અંગ્રેજો સાથે સરખાવતાં કહ્યું કે આંદોલન ન થાય તે માટે પોલીસે આખા ગુજરાતમાં ચારે બાજુ નાકાબંધી કરી લીધી છે અને અમારા હજારો કાર્યકરોની અટકાયત કરી છે. વહેલી સવારથી અમારા દૂધ-પાણી પણ અટકાવી દેવામાં આવ્યા છે. જો કે આંદોલનમાં સામેલ થવા મક્કમ કાર્યકરો પોલીસથી બચીને પણ આવી રહ્યા છે. હાદિર્કે લોકોને પોતપોતાના ગામમાં ઉપવાસ કરવા અપીલ કરી હતી.

તેણે કહ્યું કે સરકારે અમને એક પણ વિસ્તારમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી કેમ કે તે ડરી રહી છે અને પોલીસ પણ ભાજપની કઠપૂતળી હોય તેવી રીતે કામ કરી ધડાધડ અમારા કાર્યકરોની અટકાયત કરી રહી છે. પોલીસે મને અને અન્ય લોકોને બોલાવીને કહ્યું હતું કે ઉપવાસ કરીશ તો બે જ દિવસમાં ધરપકડ થઈ જશે. જો કે અમે આવી ધમકીઆેથી ડરવાના નથી.

Comments

comments

VOTING POLL