સરકાર પોતાના ઘરની મિલકત વેચવા બેઠી છે,..અર્થતંત્રની ગાડી પાટે ચડશે ?

November 27, 2019 at 11:23 am


Spread the love

દિવાળીના તહેવારો આવતા હોય ત્યારે ઘરમાં રહેલી નકામી અથવા આેછા ઉપયોગની ચીજ વસ્તુઆે ભંગારવાળાને વેચીને આપણે રોકડી કરતા હોઈએ છીએ. કેન્દ્ર સરકાર અત્યારે અત્યારે કIક આવું જ કરી રહી છે. સરકાર પાસે મોટી સંખ્યામાં જાહેર સાહસ છે અને તેના ખર્ચ ગંજાવર છે. આવી સ્થિતિમાં તેનું સંચાલન કરવું અઘરું પડી રહ્યું છે એટલું જ નહી તે ખોટ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેને વેચી નાખવાનો નિર્ણય સરકારે લીધો છે. સરકાર ઘણાં સમયથી પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશના લક્ષ્યને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહી છે. નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન સરકાર 17,364 કરોડ રુપિયા ભેગા પણ કરી લીધા છે અને 1.05 લાખ કરોડ ભેગા કરવાનો લક્ષ્યાંક છે.
કેન્દ્ર સરકાર આ નાણાંકીય વર્ષ દરમિયાન એર ઇન્ડિયા, ભારત પેટ્રાેલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) સહિત 28 સરકારી કંપનીઆેમાં પોતાની ભાગીદારી વેંચશે.આ પીએસયૂના વિનિવેશની કવાયત ઝડપી કરી દેવામાં આવી છે. , કેબિનેટએ સરકારી કંપનીઆેમાં પોતાની ભાગીદારી વેંચવાની સૈદ્ધાંતિક પરવાનગી આપી છે. સરકાર ઘણાં સમયથી પોતાના વિનિવેશના લક્ષ્યને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહી છે.
સરકારે ભાગીદારી વેંચનારી 28 કંપનીઆેના નામ પણ જાહેર કાર્ય છે.તેમાં પવન હંસ લિમિટેડ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, આઇટીડીસીના એકમો વગેરે પ્રમુખ છે.
કેન્દ્ર સરકાર તરફથી અગાઉ એચએમટી, હિન્દુસ્તાન કેબલ્સ અને ઈન્ડિયન ડ્રગ્સ જેવી જાહેર ક્ષેત્રની 15 કરતા વધુ કંપનીઆેને બંધ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. આ તમામ કંપનીઆે અત્યારે નુકસાનમાં ચાલી રહી છે.
આ કંપનીઆેમાં તુંગભદ્રા સ્ટીલ પ્રાેડક્ટ્સ લિમિટેડ, એચએમટી વોચિઝ લિમિટેડ, એચએમટી ચિનાર વોચિઝ લિમિટેડ, એચએમટી બિયરિ»ગ્સ લિમિટેડ, હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડ, એચએમટી લિમિટેડનું ટ્રેક્ટર યુનિટ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડનું કોટા યુનિટનો સમાવેશ થાય છે.

એર ઇન્ડિયામાં પોતાનો ભાગ વેંચવાને લઈને પ્રગતિ થઈ રહી છે. આની માટે કરવામાં આવેલા રોડ-શોમાં નિવેશકોનો ઉત્સાહ જોવા મળ્યો છે.સરકારને આશા છે કે આ નાણાંકીય વર્ષમાં એર ઇન્ડિયામાં ભાગીદારી વેંચાઇ જશે.એરઇન્ડિયા ઘણા વર્ષથી ખોટ કરી રહી છે અને તેને વેચવા માટે સરકારે એક થી વધુ વખત જાહેરાત કરી છે. આ એરલાઇન્સ લેવા માટે ઘણા પ્રાઇવેટ પ્લેયર પણ મેદાને આવ્યા છે પણ હજુ સુધી કોઈનો મેલ ખાધો નથી.
બીપીસીએલ અને એર ઇન્ડિયામાં ભાગીદારી વેંચાવી મહત્વની છે. સૂત્રોએ જણાવ્યું તે કેન્દ્ર સરકારે આ કંપનીઆે માટે કાયદાકીય સલાહકાર, એસેટ વેલ્યુઅરની નિમણુક માટે પ્રસ્તાવો પણ મંગાવ્યા છે.
સરકારને આટલા બધા એકમો શા માટે વેચવા પડે છે તે પણ એક સવાલ છે. દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે તેવું રેટિંગ એજન્સીઆે ગાઈ વગાડીને કહી રહી છે અને સરકાર મોઢું લાલ રાખીને વારંવાર ઇન્કાર કરી રહી છે.
દેશમાં કલ્યાણકારી યોજનાઆે અને મૂળભૂત સંરચના વિકાસ માટે સરકારને વિદેશથી લોન લેવી પડે છે. વર્ષ 1999થી 2019 સુધીમાં ભારતે વિદેશી લોન કેટલી લીધી અને એમાં કેટલો વધારો થયો તે અંગે આરબીઆઈના તાજેતરના ડેટા પરથી જાણવા મળે છે કે ભારત પર વિદેશી દેવાનો બોજ સતત વધતો રહ્યાે છે. માર્ચ 1999માં ભારત પર 98.2 અબજ ડોલર વિદેશી દેવું હતું, જે માર્ચ 2004માં વધીને 112.5 અબજ ડોલર થઈ ગયું છે. માર્ચ 2009માં ભારત પર 224.5 અબજ ડોલરનું વિદેશી દેવુ હતું, જે માર્ચ 2014 સુધી વધીને 446.3 અબજ ડોલર થઈ ગયું હતું. માર્ચ 2015માં 474.4 અબજ ડોલરથી વિદેશી દેવુ વધીને માર્ચ 2016માં 485.1 અબજ ડોલર પહાેંચી ગયું હતું. માર્ચ 2017માં ભારત પર વિદેશી દેવુ 471.9 અબજ ડોલરથી વધીને માર્ચ 2018માં 529.3 અબજ ડોલર સુધી પહાેંચી ગયું. માર્ચ 2019માં ભારત પર વિદેશી દેવુ 543 અબજ ડોલર હતું, જે જૂન 2019માં વધીને 557.4 અબજ ડોલર સુધી પહાેંચી ગયું છે.
આવી સ્થિતિમાં અર્થતંત્રની ગાડી પાટે ચડશે કે નહિ તે લાખ રુપિયાનો સવાલ છે.