સરકાર સોિશ્યલ મીડિયા પર લગામ તાણશેં

August 28, 2018 at 11:37 am


એક તરફ ચૂંટણી પાંચ મતદારોમાં જાગૃતિ લાવવા માટે સોિશ્યલ મીડિયાનો ઉપયોગ વધારવા માટે પ્રયાસો કરે છે અને બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહેલા સોિશ્યલ મીડિયાના ભોપાળાને કારણે સતર્ક બનેલી સરકારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા દુરુપયોગને રુકજાવ કહ્યું છે. કેન્દ્રના દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ભારતમાં ચૂંટણી પ્રqક્રયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહાેંચાડવા નહિ દેવાય તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. હાલમાં ભારતમાં 45 કરોડ સ્માર્ટફોન સહિત 1.21 અબજ મોબાઇલ ફોન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રાેડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટિ²ક આઇડેન્ટિફાયર આધાર અને કોમન સવિર્સીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શિક્ત ઘણી વધી છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રqક્રયાને માઠી અસર પહાેંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.વાંસીકોને યાદ હશે કે, પહેલા ફેસબુક દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં એફ.બી.ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સીબીઆઇએ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેિમ્બ્રજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરુ કરી છે. સરકાર માને છે કે, ડિજિટલ પ્લેટફોમ્ર્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરુરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. હવે જોવાનું રહે કે સરકાર સોિશ્યલ મીડિયા પર નિયંત્રણ લાવી શકે છે કે નહિ.

Comments

comments

VOTING POLL