સરગવાનાં બીથી પાણી થાય છે શુદ્ધ…

October 24, 2018 at 1:06 pm


વિશ્વમાં આજે પણ અનેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકતું નથી ત્યારે તેના કારણે લોકો વિવિધ બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે અમેરિકાની કાર્નિજ મેલોન યુનિ.ના વિજ્ઞાનીઓએ સરગવાનાં બીજમાંથી કાઢેલા પ્રોટીનમાંથી ફિલ્ટર બનાવ્યું છે, જેના આધારે પીવાના પાણીને શુદ્ધ બનાવી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ડ્રમસ્ટિકના નામથી ઓળખાતા સરગવાના શાક તરીકે તેમજ તેલ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. લાંબા સમયથી તેનાં બીજનો પાઉડર પાણી સાફ કરવાના ઉપયોગમાં આવે છે, પરંતુ આ પાઉડરને સીધા પાણીમાં ધોવાથી બીજમાંથી નીકળતા અધુલનશીલ જૈવિક કાર્બનનો અવશેષ બચી જાય છે. પરિણામે પાણીમાં ૨૪ કલાક બાદ ફરીથી બેક્ટે‌રિયા જોવા મળે છે અને તે પાણી વધુ સમય સુધી પીવાલાયક રહેતું નથી.

Comments

comments

VOTING POLL