સરદારનગરમાં રહેતા યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત

August 23, 2018 at 12:04 pm


આજે પરોઢીયે કોઇ અકળકારણોસર યુવાને ભરેલુ અંતિમ પગલુ ઃ પોલીસ દોડી ગઇ

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઇ અકળકારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં નર્મદા વસાહત પાછળના મફતનગરમાં રહેતા બકુલભાઇ જયદેવભાઇ વાધેલા (ઉ.વ.22)ના એ આજે પરોઢીયે 4 વાગે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેને ગંભીર હાલતે સારવાર અથર્ે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ અંગે બી.ડીવીઝન પોલીસે મૃતક બકુલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી બનાવની તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL