સરદાર ભવનમાં નિઃશુલ્ક સેવા આપતા પોલીસ કર્મચારીની બદલીને મામલે વિરોધ

September 11, 2018 at 3:19 pm


શહેરના ગાેંડલ રોડ ચોકડી નજીક આવેલ સરદાર ભવનમાં ફરી વિવાદ સજાર્યો છે. ભવનમાં નિઃશુલ્ક સેવા આપનાર જિલ્લાના પોલીસ કર્મચારીની અચાનક બદલી થતાં વિદ્યાર્થીઆે દ્વારા રમેશ રૂપાપરાના કહેવાથી બદલી થયાના આક્ષેપ સાથે કેકેવી હોલ પાસે આવેલ તેની આેફિસ પર એક હજાર જેટલા યુવક યુવતીઆે દોડી જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. જાણ થતાં એસીપી સહિતના પોલીસ અધિકારીઆે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગાેંડલ રોડ પર આવેલ સરદાર ભવન ખાતે જીપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઆેને નિઃશુલ્ક પોલીસ કર્મચારીઆે જતા હોય છે. દરમિયાન સેવા આપવા આવતા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા સંજય પાદરીયાની અચાનક બદલી થતાં આજે સવારે પોલીસ કર્મચારીની બદલી પુર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાના કહેવાથી થઈ હોવાના આક્ષેપ સાથે કેકેવી હોલ ખાતે આવેલ રૂપાપરાની આેફીસ પાસે એક હજાર જેટલા યુવક યુવતીનું ટોળુ ધસી જઈ સુત્રોચ્ચાર કરતા મામલો ઉગ્ર બની ગયો હતો.

બનાવના પગલે ક્રાઈમ બ્રાંચના એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન એક પટેલ અગ્રણીનો ફોન આવતા મામલો થાળે પડયો હતો. બનાવના પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

Comments

comments