સરદાર સરોવર ડેમ પાસે મોડી રાતે 3ની તીવ્રતાનો ભૂંકપઃ કોઈ નુકસાની નથી

July 18, 2019 at 10:48 am


સરદાર સરોવર ડેમ પાસે ગઇકાલે રાતે આશરે 2.15 કલાકે રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે વિસ્તારમાં આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર હતું. નાેંધનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 તીવ્રતાનો ભૂકંપ સુધી ખમી શકે છે.

સરદાર સરોવર ડેમ પાસે અનુભવેલા ભૂકંપનાં આંચકાને કારણે સામાન્ય માણસને કોઇ હાની કે નુકસાનનાં સમાચાર મળ્યાં નથી. આ ભૂકંપનો આંચકો રાતે અનુભવાયો જેના કારણે સ્ટેચ્યુ આેફ યુનિટી આવતા પ્રવાસીઆેને પણ હાની થઇ ન હતી.
જો વાત કરીએ સ્ટેચ્યુ આેફ યુનિટીની કરીએ તો સ્ટેચ્યુ ભૂકંપની 6.5થી વધુની તીવ્રતા તેમજ 180 કિમી ઝડપે ફૂંકાતા વાવાઝોડાને પણ ખમી શકે તેવી સલામત બનાવાયું છે.

મહત્વનું છે કે ગત આેગસ્ટમાં પણ નર્મદા ડેમ સાઇડ પર ભૂકંપ સાંજે 6.57 કલાકે નાેંધાયો હતો. જો કે આ ભૂકંપ સામાન્ય હતો જેથી કોઇ નુકસાન થયું નથી. 3.5 તીવ્રતાનો ભૂંકપ જમીનમાં 9.8 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો જેનાથી સામાન્ય હલનચલનનો અહેસાસ થયો હતો.

Comments

comments

VOTING POLL