સરહદે પાક.ના ગોળીબારનો જડબાતોડ જવાબઃ સેનાએ છ ચોકીઆે ઉડાવી

December 2, 2019 at 11:09 am


Spread the love

જમ્મુ સાથે જોડાયેલા પુંછ જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી એલઆેસી ઉપર પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. શાહપુર સેક્ટર પાસે ભારતીય સેનાએ પાકિસ્તાનની છ ચોકીઆેને ઉડાવી દીધી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકો પણ ઠાર મરાયા છે અને ડઝનેક સૈનિકો ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેના તોપ મારફતે કીરની, કસબા, શાહપુર અને ગુનતરીયા સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીઆે અને રહેણાક વિસ્તારોમાં ગોલા ફેંકી રહી હતી. ગોળીબારમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો હતો તો અનેક મકાનને નુકસાન પહાેંચ્યું છે. જાણકારી અનુસાર શાહપુર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિક ભારતીય ચોકીઆે ઉપર ગોળીબાર કરવા લાગ્યા હતા. આ પછી ત્રણ વધુ સેક્ટરો કીરની, કસબા અને ગુનતરિયા સેક્ટરમાં પણ ગોળા ફેંકવાનું શરૂ કરી દેવાયું હતું.
એલઆેસી સાથે જોડાયેલા ગામડાઆેમાં ડઝનેક મકાનોને નુકસાન પહાેંચ્યું છે. પાકિસ્તાનની સતત ઉશ્કેરણીને કારણે ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં તેની છ ચોકીઆે ઉડાવી દીધી હતી અને બે સૈનિકોને ઠાર માર્યા હતા તો 12 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ભારત સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનની એમ્બ્યુલન્સ ઘાયલ જવાનોને લઈને જતી દેખાઈ હતી. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની આતંકીઆેની ઘૂસણખોરી કરાવવા માટે પુંછમાં અનેક દિવસોથી ગોળીબાર કરી રહ્યું છે જેને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે.