સરહદે પાક.ની નાપાક હરકતઃ ગોળીબારમાં જવાન શહીદ

November 8, 2019 at 10:45 am


Spread the love

પાકિસ્તાન દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉંંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2ઃ30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂના પૂંછ સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉંંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત મંગળવારે પણ પાકિસ્તાને પૂંછ જિલ્લાના કિરની સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉંંઘન કર્યું હતું. ભારતીય એનાએ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો, તેની થોડી મિનિટ બાદ પાકિસ્તાને ગોળીબારી બંધ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કિરની સેક્ટરમાં સવારે 7.40 વાગે અચાનક ગોળીબારી શરુ કરી દીધી હતી. પાકિસ્તાને કિર સેક્ટરમાં એલઆેસીના છેડે નાના હથિયારો વડે ગોળીબારી કરી યુÙવિરામનું ઉંંઘન કર્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ યોગ્ય સમયે આકરો જવાબ આપ્યો. ત્યારબાદ પાકિસ્તાને લગભગ 20 મિનિટ બાદ ફાયરિ»ગ બંધ કર્યું હતું.
ગત શનિવારે સવારે પણ પાકિસ્તાને પૂંછના શાહપુર કિરની સેક્ટરમાં સંઘર્ષવિરામનું ઉંંઘન કરતાં ગોળીબારી શરુ કરી દીધી હતી. ભારતીય સેનાએ તાત્કાલિક જવાબ આપ્યો હતો.