સરોવર પોટિર્કો, લા પિનોઝ સહિત 6 હોટેલમાં મહાપાલિકાના દરોડા

October 11, 2018 at 3:08 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી આજે ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડ અને સિનિયર ફૂડ સેફટી આેફિસર અમિત પંચાલ સહિતના અધિકારીઆેની ટીમ દ્વારા શહેરના નામાંકિત હોટેલ-રેસ્ટોરન્ટસના કિચનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે (1) આેર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (2) બાયોમિથેલ પ્લાન અને કમ્પોઝડ પ્લાન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન દરેક હોટેલ-રેસ્ટોરન્ટસના દરોડામાંથી વાસી અને અખાÛ પદાર્થનો જંગી જથ્થો મળી આવ્યો હતો. 6 હોટેલ-રેસ્ટોરન્ટસમાં તપાસના અંતે કુલ 758 કિલો વાસી ખાદ્યપદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

વધુમાં ડો.પી.પી.રાઠોડ અને અમિત પંચાલે સત્તાવાર વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, (1) રામકૃષ્ણ મેઈન રોડ પર મ્યુનિસિપલ કમિશનર બંગલોની સામે આવેલા પ્રફુલભાઈ કટારિયા અને શશીભાઈ દલસાણીયાના લાપીનોઝ પિત્ઝામાં ચેકિંગ કરતાં તેમની પાસે ફૂડ લાયસન્સ નહી હોવાનું ખુલ્યું હતું તેમજ ત્યાં આગળ રહેલા મેંદાના લોટમાં ધનેડા રમતા હતા. કેપ્સીકમ, ટોમેટો ચીઝ સોસ વિગેરેની બોટેલો ખુલ્લી હાલતમાં પડી હતી તેમજ કિચનવેર્સનો નિકાલ પણ યોગ્ય રીતે કરાતો ન હતો આથી નોટિસ આપવામાં આવી હતી તેમજ 35 કિલો અખાÛ લોટ સહિત કુલ 93 કિલો અખાÛ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. (2) લીમડા ચોકમાં શાસ્ત્રી મેદાન સામે આવેલી મરાશા હોસ્પિટાલિટી પ્રા.લિ.ની હોટેલ સરોવર પોટિર્કોમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ કિચનમાં અખાÛ ચટણી, અખાÛ ગ્રેવી, લેબલિંગ વગરની બેકરી પ્રાેડક્ટસ, અખાÛ ઈડલી, અખાÛ કબાબ, મેરીનેટ કરેલી વાસી પનીર, ફ્રિઝમાં સંગ્રહેલ તંદુર રોટીનો આટો સહિતનો 35થી 40 કિલો અખાÛ પદાર્થ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. (3) કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આરાધના કોમ્પલેક્સના પહેલા માળે આવેલ પ્રફુલભાઈ સાહોલિયા, ગુંજનભાઈ જોષી અને કમલેશભાઈ ગોસ્વામીના પિત્ઝા કેસલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ પિત્ઝા પેકી રોલ, પિત્ઝા રોટલા, પાસ્તા, નૂડલ્સ, ચાવલ, પાંઉબ્રેડ, સલાડ, મંચુરીયન અને ફ્રેન્ચફ્રાયસ સહિત 110 કિલો અખાÛ પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. (4) મોટી ટાંકી ચોકમાં આવેલા િસ્મથ કિચનમાં વાસી ચટણી, વાસી ગ્રેવી, લેબલિંગ વગરની બેકરી પ્રાેડક્ટ, અખાદ્ય કબાબ, ફ્રિઝમાં સંગ્રહ કરેલી અખાÛ તંદૂર રોટી સહિત 198 કિલો અખાÛ પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. (5) યુનિવસિર્ટી રોડ પરના સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટસમાં વાસી ફળફળાદી અને શાકભાજી સહિત 138 કિલો વાસી ખાÛ પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. (6) જવાહર રોડ પર જ્યુબેલી સામે આવેલી પ્લેટિનમ હોટેલમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ વાસી રાંધેલો ખોરાક, વાસી ફળ, વાસી શાકભાજી, રાંધેલા ખોરાકમાં સંગ્રહ કરતી વખતે ખોટું ટેગિંગ કરાયેલું હોવાનું માલૂમ પડયું હતું. આ હોટેલમાંથી કુલ 144 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરી રૂા.5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL