સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગનાર પર ક્રાેધે ભરાયો અક્ષય કુમાર

March 8, 2019 at 10:57 am


વિપક્ષ સતત સરકાર અને સેના પર સવાલો ઉભા કરીને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઆે પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગી રહ્યા છે. રાજનેતાઆેની સાથે સોશિયલ મીડિયા ઉપર પણ કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને સાબિતી આપવાની વાત કહી રહ્યા છે. જોકે બોલિવૂડ આ મામલે ખુલીને બહાર આવ્યું છે અને મોટા સ્ટાર્સે સોશિયલ મીડિયા ઉપર નેતા ઉપર પ્રહાર કરીને કહી રહ્યા છે કે ભારતના વીર જવાનોની બહાદુરી અને તેમની વીરતા પર રાજનિતી ના કરે.

આ મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે સેના પાસે સાબિતી માંગવાના સવાલ પર કહ્યું હતું કે દેશના વીર પોતાનું જીવન દેશ ઉપર કુબાર્ન કરે છે. આવા સમયે સાબિતી માંગણી ખોટી છે. મારે સાબિતી જોઈતી નથી અને આશા રાખું છું કે બાકી લોકો પણ આમ ના કરે. દેશના વીર જવાનો પોતાના સુખ છોડીને આપણી સુરક્ષા કરે છે. જેથી આપણ પોતાના ઘરમાં શાંતિથી ઉંધી શકીએ છીએ. આવા સમયે જવાનોની વીરતા પર આપણે સાબિતી કેવી રીતે માંગી શકીએ.

અક્ષય કુમારે કહ્યું હતું કે ભારતના વીર દ્વારા દેશ માટે શહીદ થયેલા પરિવારોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધી તે લગભગ 600 શહીદ પરિવારોની મદદ કરી ચૂક્યા છે અને દરેક શહીદ પરિવારને 15 લાખની મદદ કરવામાં આવી છે. હવે અમે આશા રાખી રહ્યા છીએ કે કારગિલ યુÙ કે બીજી લડાઈમાં જે દેશના વીર વિકલાંગ થયા છે અને હવે તે વિકલાંગ જિંદગી જેવી રહ્યા છે, અમારો પ્રયત્ન છે કે અમે ભારતના વીર દ્વારા વિકલાંગ સૈનિકો સાથે જોડાઈએ અને તેમની પણ મદદ કરીએ. આ વિશે સરકાર સાથે અમારી વાતચીત ચાલી રહી છે.

અક્ષય કુમારે આ વાતચીત દરમિયાન કેસરીની શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શેર કરતા કહ્યું હતું કે જ્યારે તે ફિલ્મની શૂટિંગ કરી રહ્યાે હતો ત્યારે તેને થયું હતું કે જ્યારે એક સૈનિકને લડાઈ દરમિયાન ગોળી વાગે છે અને તે શહીદ થાય તે એક મિનિટમાં કેવી લાગણી અનુભવે છે. અમારી ફિલ્મ કેસરી દેશના વીર જવાનોને ડેડિકેટેડ છે.

Comments

comments

VOTING POLL