સલમાનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર ડેઈઝી શાહ ગુજરાતી પરદે કરશે એન્ટ્રી

February 9, 2019 at 3:43 pm


ડેઈઝી શાહે સલમાન ખાન સાથેની ફિલ્મ ‘જય હો’થી ફિલ્મી પરદે ડેબ્યુ કર્યું હતું. બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે ડેઈઝી ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે.

બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન સાથે બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે જય હો ફિલ્મની અભિનેત્રી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. ડેઝી શાહને હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. ડેઝી માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, તેથી તેને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કોઇ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા રાજી થશે.

વધુમાં ડેઈઝીએ કહ્યું કે, ‘ગુજરાત ૧૧’ ફિલ્મથી તે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. તેની ઓપોઝિટ હીરો તરીકે પ્રતીક ગાંધી જોવા બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન સાથે બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે જય હો ફિલ્મની અભિનેત્રી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. ડેઝી શાહને હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. ડેઝી માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, તેથી તેને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કોઇ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા રાજી થશે

ડેઈઝી જણાવ્યું કે, મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી છે. ડેઝીએ રૂપેરી પડદે ઘણા ટોચના કલાકારો સાથે ડાન્સ ગીત કર્યા છે. ત્યારે લાગે છે કે હવે ડેઈઝી ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવવા રેડ્ડી છે અને દર્શકોના દિલો પર જરૂરથી રાજ કરશે.

Comments

comments

VOTING POLL