સલમાન ખાનની નવી ફિલ્મનુ શુટિંગ જુનમાં શરૂ થઇ શકે છે

March 8, 2018 at 7:32 pm


સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે તેની નવી ફિલ્મ ભારતનુ જુન મહિનામાં શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ બનાવી રહ્યાા છે. ફિલ્મનુ નામ ભારત રાખવામાં આવ્યુ છે. ફિલ્મના અન્ય કલાકારોની ટુંક સમયમા જ પસંદગી કરવામાં આવનાર છે. હાલમાં તે યુરોપમાં છે. એવુ જાણવા મળ્યુ છે કે વર્ષ 2019માં ઇદ પર આ ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. સ્પેનમાં ફિલ્મનુ શુટિગ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મની સાથે જોડાયેલા સુત્રોએ કહ્યાુ છે કે ફિલ્મનુ શુટિંગ પાેલેન્ડ, પાેટુૅગલ અને માલ્ટામાં કરવામાં આવનાર છે. શરૂઆત સ્પેનથી કરવામાં આવનાર છે. જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં ફિલ્મના ગીતનુ શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને રિહસૅલ હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મના એક્શન હિસ્સાનુ શુટિંગ સાૈથી છેલ્લી વખત કરવામાં આવનાર છે. ફિલ્મના બાકી હિસ્સાનુ શુટિંગ પંજાબ દિલ્હી અને આબુ ધાબીમાં પણ કરવામાં આવનાર છે. યુરોપમાં ફિલ્મના શુટિંગને લઇને તૈયારી કરવામા ંઆવનાર છે. ઇન્ટરનેનલ નિ»ણાંતાેની ટીમની પણ મદદ લેવામાં ાવનાર છે. ફિલ્મમાં સલમાન પાંચ જુદા જુદા લુકમાં નજરે પડનાર છે. વર્ષ 1947થી લઇને વર્ષ 2010 વચ્ચેના ગાળામાં જુદા જુદા લુક રજૂ કરવામાં આવનાર છે. વર્ષ 2014માં રજૂ કરવામાં આવેલી કોરિયન ફિલ્મની રિમેક હોવાની માહિતી મળી રહી છે. પ્રભુ દેવાની દબંગ-3 ફિલ્મ ત્યારબાદ હાથ ધરવામાં આવનાર છે. જેમાં સલમાન ખાન મુખ્ય રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ સલમાન ખાનના ભાઇ અરબાજ દ્વારા બનાવવામાં આવી રહી છે. દબંગની અગાઉની બન્ને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ ચુકી છે. જેથી આ નવી એક્શન ફિલ્મને લઇને પણ ભારે આશાવાદ છે. સલમાન હાલમાં સાૈથી મોંઘો સ્ટાર તરીકે છે.

Comments

comments

VOTING POLL