સલમાન ખાને પર રિલીઝ કર્યું ‘ભારત’નું ટીઝર

August 23, 2018 at 6:28 pm


સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ પહેલાં જ દિવસથી સમાચારોમાં છે. ભલે ફિલ્મની સ્ટારકાસ્ટ હોય કે પછી આ ફિલ્મનું શૂટિંગ લોકેશન, ‘ભારત’ પહેલાં દિવસથી સમાચારોમાં છે. એવામાં હવે સ્વતંત્રતા દિવસના અવસર પર સલમાન ખાને પોતાના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં આમ તો ફિલ્મની કોઇ ઝલક જોવા મળતી નથી, પરંતુ સલમાનના અવાઝમાં મૂળ સંદેશ સંભળાઇ રહ્યાે છે. ટીઝરમાં સલમાન ખાન કહે છે કે ‘બાબૂજી કહેતે થે, કુછ રિશ્તે જમીન સે હોતે હૈ આૈર કુછ રિશ્તે ખૂન સે. મેરે પાસે દોનો હી થે.’ આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. તેને સલમાન ખાનના બનેવી અતુલ અિગ્નહોત્રી અને ભૂષણ કુમાર પ્રાેડéૂઝ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ઇદ પર રિલીઝ થશે. તમને જણાવી દઇએ કે પહેલાં આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મની શૂટિંગ શરુ થયા બાદ પ્રિયંકાએ અચાનક આ ફિલ્મથી પોતાનું અંતર જાળવી લીધું. હવે સલમાન ખાન આ સાથે ફિલ્મમાં કેટરીના કૈફ જોવા મળશે. આ ઉપરાંત દિશા પટણી, તબ્બૂ અને સુનીલ ગ્રાેવર પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL