સળંગ બે રિટર્ન ફાઈલ ન થાય તો ઈ-વે બિલ નહીં બને: નવો નિયમ

June 12, 2019 at 10:42 am


ટૂંક સમયમાં જે કરદાતાઓએ સળંગ બે જીએસટી રિટર્ન ફાઈલ ના કયર્િ હોય તેઓ ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકે. કેન્દ્ર સરકારે કરચોરી ડામવા માટે અને રિટર્નના ફાઈલિંગમાં શિસ્ત વધારવા માટે નવા સુધારા અમલી બનાવવાનું નકકી કર્યું હતું અને તેના ભાગપે 21 જૂનથી રિટર્ન નહીં ભરનારા વેપારીઓના ઈ-વે બિલ જનરેટ ના થાય અને તેઓ માલ ટ્રાન્સપોર્ટ ના કરી શકે તેવો નિર્ણય કર્યો છે. અમુક નિષ્ણાતોના મતે, આ પ્રકારના નિયમથી અનેક પ્રામાણિક કરદાતાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જીએસટી કાયદા મુજબ કોઈપણ વેપારીએ ા.50,00થી વધુના માલની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવું ફરજિયાત છે. એપ્રિલ-2018થી ઈ-વે બિલનો નિયમ અમલી કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ તાજેતરમાં એક નોટિફિકેશ બહાર પાડીને જણાવ્યું હતું કે જીએસટી કાયદા મુજબ સળંગ બે રિટર્ન ફાઈલ નહીં કરનારા વેપારીઓ માલ પરિવહન માટે 21 જૂન બાદ ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકે.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, માસિક રિટર્ન ભરતા વેપારીઓએ સળંગ બે મહિના સુધી અને કોમ્પોઝિશન સ્કીમ હેઠળના વેપારીઓએ સળંગ બે કવાર્ટર સુધી રિટર્ન ફાઈલ નહીં કયર્િ હોય તો 21 જૂનથી તેઓ ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકે. ઈ-વે બિલ વગર ા.50,000થી વધુની કિંમતના માલનું ટ્રાન્સપોર્ટેશન શકય નથી અને ટ્રાન્સપોર્ટરો પણ આ પ્રકારના માલના ટ્રાન્સપોર્ટ માટે તૈયાર નહી થાય. નિયમ મુજબ, ઈ-વે બિલ અને ઈનવોઈસ વગર માલની હેરફેર કરતું વાહન ઝડપાય તો ા.10,000ની પેનલ્ટી અથવા તો જેટલી રકમની કરચોરી થતી હોય તે ભરવાની રહે છે અને વાહન પણ જપ્ત થઈ શકે છે. આથી વેપારીઓએ 20 જૂન સુધીમાં તેમના રિટર્ન ફાઈલ કરી દેવા જરી છે.

ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ હરીશ પંચાલે જણાવ્યું હતું કે, સરકારે કરચોરી રોકવાના હેતુ સાથે આ ફેરફાર અમલી બનાવવાનું નકકી કર્યું છે. ગયા વર્ષે એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન જીએસટી ચોરીના કુલ 3,629 કેસ ઝડપાયા હતાં જેમાં કુલ કરચોરી ા.15,278 કરોડ નોંધાઈ હતી. સરકાર સામાન્ય રીતે દર મહિના જીએસટી દ્વારા ા.95,000 કરોડનું કલેકશન મેળવે છે તે જોતાં કહી શકાય કે નજીવા પ્રમાણમાં કરચોરીના કેસના પગલે પ્રામાણિ વેપારીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડશે. આ જોગવાઈ અંગે વિચારણા કરવાની જરિયાત છે.

Comments

comments

VOTING POLL