સળવાળા અને સ્ટાલિશ ‘ક્રશ્ડ સ્ક્રર્ટ

February 13, 2018 at 4:35 pm


સળવાળા સ્કર્ટની ખાસિયત એ છે કે તે કોઇપણ કદકાઠીની માનુની પર શોભે છે.વળી વોયલ અથવા કોટનમાંથી બનેલા ક્રિંકલ્ડ સ્કર્ટ તો અત્યંત સુવિધાજનક હોય છે અને તેનાથી હરવા-ફરવામાં પણ કોઇ મુશ્કેલી થતી નથી. આ ઉપરાંત સ્લિકમાંથી પણ સળવાળા સ્કર્ટ બનાવામાં આવે છેલોંગ ક્રિંકલ્ડ સ્કર્ટ અત્યંત સુંદર દેખાતા હોવાથી અને તે ભારતીય માનુનીની પહેલી પસંદ હોવાથી પણ ફેશન ડિઝાઇનરો તેને ક્લાસિક ગણાવે છે. વળી સળવાળા સ્કર્ટમાં ટાઇ એન્ડ ડાઈ, બાટિક અને બ્લોક પ્રિન્ટ જેવી પારંપારિક કારીગરી કરવાનો અવકાશ હોય છે. આવી કારીગરી ધરાવતાં ક્રિંકલ્ડ સ્કર્ટ ભીડમાં પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. ક્રશ્ડ સ્કર્ટની સાથે આકર્ષક ટોપ અને એસેસરીઝમાં ખભે થેલો કે જોળી ભરાવામાં આવે અથવા હાથમાં બટવો રાખવામાં આવે તો દેખાવ એકદમ આગવો જ બની જાય છે.ક્રિકલ્ડ સ્કર્ટની ફેશન ક્યારેય જશે નહીં તેનું બીજું મહત્ત્વનું કારણ એ છે કે તે કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને તરીકે ચાલે છે. રસ્તા પર બેસી તૈયાર કપડાં વેચતા ફેરિયાવાળા પાસેથી ક્રશ્ડ સ્કર્ટ સસ્તા ભાવે મળી જાય છે જ્યારે ડિઝાઇનર બુટીકમાં તે આગવી ડિઝાઇનના હોવાથી થોડી ઊચી કિંમતે મળે છે. વળી તે એથનિક, હિપ્પી સ્ટાઇલના કે આંતરરાષ્ટ્રીય સ્ટાઇલના પણ હોય છે. સામાન્ય રીતે ક્રશ્ડ સ્કર્ટ પાંચસોથી લઇને ચાર હજાર રૃપિયા સુધીની કિંમતના હોય છે. ડે વેર અને ઇવનિંગ વેર એમ બન્ને રીતે ક્રિકલ્ડ સ્કર્ટને પહેરી શકાય છે. દિવસના સમયે સળવાળા સ્કર્ટ સાથે ટી-શર્ટ પહેરી શકાય છે. કોટન સ્પેગિટી ટોપ, ક્રશ્ડ સ્કર્ટ અને ફંકી ચંપલ ખૂબ જ સરસ દેખાય છે. સાંજના સમયે પ્રિન્ટેડ સિલ્કમાંથી બનેલા અને બીડ્સ જેવા એમ્બેલીશમેન્ટ લગાડેલા ક્રશ્ડ સ્કર્ટ એકદમ આકર્ષક લાગે છે. આવા સ્કર્ટની સાથે ટાઈટ ફિટિંગના નીટ ટોપ અથવા જેકેટ ખૂબ જ સુંદર દેખાય છે. આ પરિધાન સાથે ગળામાં મોતીની એક સેરની માળા, હાથમાં ફેન્સી બંગડીઓ અને ક્રિંકલ્ડ સ્ટોલ પહેરવાથી સૌંદર્યમાં અભિવૃદ્ધિ થાય છે. કેટલાક ફેશન ડિઝાઇનર સિલ્કના સળવાળા સ્કર્ટ સાથે ટોપને બદલે ચોલી ડિઝાઇન કરે છે અને આ પોશાક સાથે કાનમાં લટકણિયાં પહેરવાની સલાહ આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રશ્ડ સ્કર્ટની લંબાઇ પગની ઘૂંટી સુધીની હોય છે એટલે સ્ટાઇલીશ પગરખાં પણ દેખાય છે.

* ક્રશ્ડ સ્કર્ટને ઇસ્ત્રી કરવાની જરૃર હોતી નથી. પરંતુ વારંવાર ધોવાથી તેની સળ ઓછી થઇ જાય છે અને તેનો દેખાવ ઝાંખો થઇ જાય છે
* ક્રશ્ડ સ્કર્ટની સળ લાંબો સમય રહે તે માટે તે ભીના હોય ત્યારે ટાઇ એન્ડ ડાઈની ટેક્નિકથી જ તેને નીચોવવા જોઈએ. ત્યાર બાદ ઉપર અને નીચેની બાજુ ગાંઠ બાંધવી અને પછી તેને સુકવવા મૂકવું.
* સિલ્કના ક્રિંકલ્ડ સ્કર્ટને ઘરે ધોવાને બદલે ડ્રાય ક્લિનર્સને આપવું.
* કોટન ક્રશ્ડ સ્કર્ટને કાંજી કરવી જેથી તેની સુંદરતા જળવાઈ રહે.

Comments

comments

VOTING POLL