સવર્ણોને અનામતઃ એક માસ્ટરસ્ટ્રાેક

January 8, 2019 at 9:42 am


લોકસભા 2019ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લઇ આર્થિક પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવા અને આ માટે બંધારણમાં જરુરી સુધારા કરવાની જાહેરાત કરી છે. મોદી સરકારના આ નિર્ણયને એક પ્રકારનો માસ્ટરસ્ટ્રાેક ગણવામાં આવે છે પણ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવી કેન્દ્ર સરકાર માટે એટલું સરળ તો નહી હોય.,સવર્ણ જાતિઆેને અનામત આપવા અંગેનો સરકારનો આગળનો માર્ગ અત્યંત મુશ્કેલ દેખાઈ રહ્યાે છે, કેમ કે સુપ્રીમ કોર્ટ આ અગાઉ અનેક વખત આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયો પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.

સરકારના આ પગલાથી કુલ અનામત 60 ટકા થઈ જશે. જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મહત્તમ મર્યાદા (50 ટકા અનામત)ની મર્યાદા કરતાં વધુ છે. આથી, તેની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને સરકાર માટે કાયદેસરનો ઠેરવવો ઘણું જ મુશ્કેલ થઈ પડશે.

અત્યાર સુધી સવર્ણ જાતિઆેને અનામતનો લાભ આપવામાં નહતો આવી રહ્યાે. પરંતુ સરકારે સવર્ણ જાતિઆેને અનામત આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. પ્રથમ દ્રિષ્ટએ જોઈએ તો મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી સવર્ણ જાતિઆેના ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને ઘણો લાભ થશે. એમ પણ કહી શકાય કે, નરેન્દ્ર મોદીની સરકારે લોકસભા 2019ની ચૂંટણી પહેલા આ જાહેરાત કરીને મતદાતાઆેને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.

સરકારના આ નિર્ણયથી સ્વભાવિક છે સવર્ણ જાતિઆેમાં આનંદનો માહોલછવાયો છે. આ પહેલા પણ સવર્ણ જાતિઆેને અનામત મળે તે માટે ઘણા આંદોલનો થયા હતા. હવે આ પ્રકારના આંદોલન સમેટાઈ જશે અથવા તેની તીવ્રતા આેછી થઇ જશે તેમ કહી શકાય.ખાસ કરીને ગુજરાતના અનામત આંદોલનનું શું થશે તેના ઉપર સૌની નજર છે. આ આંદોલનના પ્રણેતા હાદિર્ક પટેલ અને તેને સપોર્ટ કરનાર કાેંગ્રેસે આ જાહેરાતને આવકારી તો છે પણ સાથોસાથ તેને ચૂંટણીલક્ષી પણ ગણાવી છે. હવે આ નિર્ણયથી સરકારને કેટલો લાભ થશે તે આવનારો સમય કહેશે.

Comments

comments

VOTING POLL