સવર્ણો પછી હવે આે.બી.સી.ને રાજી કરાશે

January 19, 2019 at 10:02 am


લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ખુશ કરવા માટે સરકાર રાત-દિવસ એક કરી રહી છે. સંભવત માર્ચમાં આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે મોટી મોટી યોજનાઆે જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપ્યા બાદ મોદી સરકાર આેબીસી વર્ગને પેકેજ આપીને વધુ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે.
પ્રાઇવેટ સંસ્થાઆેમાં પણ સામાન્ય, આેબીસી અને એસસી-એસટી અનામતને લાગુ કરવા માટે સરકાર બજેટ સત્રમાં એક બિલ લાવી શકે છે. આગામી સત્ર એટલે કે જુલાઈ 2019થી દેશની દરેક સરકારી, બિન સરકારી હાયર એજ્યુકેશન ઈિન્સ્ટટéૂટમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે. સરકારે હમણાં જ જાહેર કર્યું છે કે, આ માટે સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઆે અને યુનિવસિર્ટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે.
નાેંધનીય છે કે, ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસથાઆેમાં અનામત આપવા માટે 12 વર્ષ પહેલાં સંવિધાન સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ તેને લાગુ કરવામાં આવ્યું નહતું.એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, અનામતને 2019-20ના એકેડેમિક સેશનથી જ લાગુ કરવામાં આવશે. અનામતથી એસસી, એસટી અને અન્ય કેટેગરીનો કોટા ડિસ્ટર્બ ન થાય તે માટે અલગથી 25 ટકા સીટો વધારવામાં આવશે. સમગ્ર દેશમાં અંદાજે 40,000 કોલેજ અને 900 યૂનિવસિર્ટી અને તે બધામાં વધારે ક્વોટા આપવામાં આવશે.
આેબીસી સિવાય કિસાનો માટે પણ રાહત પેકેજની તૈયારી થઇ રહી છે. હાલના તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે આ વખતનું બજેટ પ્રજાને મોટી રાહત આપનારું જરુર હશે.

Comments

comments