સવર્ણ આરક્ષણ બીલને આવકારતું શહેર ભાજપા

January 11, 2019 at 2:30 pm


લોકસભા બાદ રાજ્યસભામાં પણ સવર્ણ આરક્ષણ બીલ બહુમતીથી પસાર થતા શહેર ભાજપા તરફથી તેને આવકારવામાં આવ્યું હતું અને કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્ય કરતી ભાજપા સરકારને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રી વિભાવરીબેન દવે, શહેર અધ્ય7 સનતભાઇ મોદી, મેયર મનહરભાઇ મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવલ, રાજુભાઇ બાંભણીયા વગેરે દ્વારા આવકારી અભીનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભાજપના શહેર અધ્યક્ષ સનતભાઇ મોદીએ જણાવ્યું હતું કે લોકસભા બાદ રાજ્યસભામાં પણ દેશનું 124મું સંવીધાન સંશોધન બીલ બહુમતી સાથે પસાર કરવામાં આવતા રાષ્ટ્રમાં આઝાદીના ઈતીહાસમાં પ્રથમવાર સવર્ણઆે માટેના આરક્ષણને મંજુરી મળી હતી અને કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્ય કરતી સરકારે ખરા અથર્માં સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને ખરા અથર્માં ચરીતાથર્ કરતા અન્ય સમાજના બંધારણીય હક્કાેને અકબંધ રાખી સમરસતા સાથે સવર્ણોને આરક્ષણ આપવામાં આવતા સવર્ણ સમાજમાં હર્ષફેલાયો છે. આજે પસાર કરવામાં આવેલા વિધેયકથી ટુંક સમયમાં ગરીબ સવર્ણને 10 ટકા ારક્ષણનો લાભ મળતો થશે. જેનો લાભ વાષ}ક આવક 8 લાખથી નીચેના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોને મળતો થશે તેમજ જેમની પાસે 5 એકરથી નીચે જમીન હોયઅને 1000 વર્ગ ફીટથી ઉપરનો ફલેટ કે 100 વારથી નીચેનો પ્લોટ હોય તેવા શહેરી અ્રામીણ ગરીબો અને નાના મધ્યમવર્ગના સવર્ણોને આ બીલને કારણે આવનાર દિવસોમાં ખુબ મોટો ફાયદો થશે.

Comments

comments

VOTING POLL