સવારનો નાસ્તો કરવાનું ટાળવાથી હાર્ટ એટેક, ડાયાબીટીસ સહિતના રોગોનો ખતરો

April 20, 2019 at 10:22 am


શું તમે સવારે ઓફિસ જવાની ભાગદોડ વચ્ચે તમારો સવારનો નાસ્તો કરવાનું ટાળી રહ્યા છો અને રાત્રે મોડેથી ભોજન લ્યો છો ? જો હા, તો સાવધાન થઈ જવાની જર છે કેમ કે સતત આવું કરતાં રહેવાથી તમારા જીવને ખતરો થઈ શકે છે. શોધકતર્ઓિએ આ ચેતવણી આપી છે કે સવારનો નાસ્તો નહીં કરવાથી હૃદયની બિમારીઓનો ખતરો અનેક ગણો વધી જાય છે.

પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીના યુરોપીય જર્નલ ‘ધ ફાઈન્ડીગ્સ’માં છપાયેલા અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રકારની અસ્વાસ્થ્યકારી જીવનશૈલી ધરાવતા લોકોમાં સમય પહેલાં મોત થવાની સંભાવના ચારથી પાંચ ગણી વધી જાય છે અને હાર્ટએટેકનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે. આ શોના સહલેખક બ્રાઝીલના સાઉ-પાઉલો સરકારી યુનિવર્સિટીના માર્કોસ મિનીકુચીના જણાવ્યા અનુસાર અમારા શોધના પરિણામોથી ખુલાસો થયો છે કે ભોજન ખાવાની ખોટી રીત યથાવત રાખવાથી પરિણામ ઘણા માઠા આવી શકે છે.

શરીરમાં એનર્જી લેવલ બનાવી રહેલા અને શરીરની તમામ ક્રિયાઓને યોગ્ય રીતે થાય તે માટે મોટાભાગના લોકો દિવસમાં બેથી ત્રણ વખત ભોજન લ્યે છે. તેમાં સૌથી વધારે મહત્ત્વનો સવારનો નાસ્તો હોય છે કેમ કે રાત્રીના ભોજનમાંથી મળેલી ઉર્જા અને પોષક તત્ત્વો શરીરની તમામ ક્રિયાઓમાં ખચર્ઈિ જાય છે તેથી શરીરને સવારે નવી ઉર્જાની જર પડે છે. સવારે ઓફિસ જવાનું હોય, સ્કૂલે જવાનું હોય કે પછી ઘરનુંકામ કરવાનું હોય ઘણા લોકો ઉતાવળને કારણે સવારનો નાશ્તો કરવાનું ટાળે છે. આ વાતનો શરીર ઉપર તુરંત કોઈ પ્રભાવ ભલે ન દેખાય પરંતુ નાસ્તો ન કરવાથી લાંબા ગાળે નુકસાન જઈ શકે છે.

જો તમે ઘણી વખત સવારનો નાસ્તો છોડી દો છો તો તમારા બ્લડમાં સ્યુગર લેવલ ઘણું ઘટી જાય છે કેમ કે સામાન્ય રીતે તમે 8થી 10 કલાકથી કશું ખાધું હોતું નથી. બ્લડ સ્યુગર ઘટવાથી તમારા દિમાગમાં એવા હોર્મોન્સનું ઉત્સર્જન શ થઈ જાય છે જે માથાનો દુ:ખાવો અને તણાવ માટે જવાબદાર હોય છે.

જે લોકો સવારનો નાસ્તો છોડી દે છે અથવા ઉતાવળમાં અધૂરો નાસ્તો કરે છે તો તેમને ટાઈપ-2 ડાયાબીટીસનો ખતરો વધી જાય છે. આ માટે બ્લડ સ્યુગર લેવલ પ્રભાવિત થાય છે અને બ્લડ સ્યુગરના પ્રભાવથી તમને ડિપ્રેશન, ટેન્શન અને બેચેની પણ થઈ શકે છે. બ્લડ સ્ગુરનું એક સ્તર વધુ પડતું ઘટી જવાથી શરીરમાં એનર્જી લેવલ પ્રભાવિત થાય છે અને તેના પરિણામ ઘાતક થઈ શકે છે.
જો તમે બ્રેકફાસ્ટ છોડી દો છો તે દિવસભર સુસ્તી અને થાક મહેસૂસ થશે. ભલે ભરપેટ ભોજન કરી લીધું હોય પરંતુ સવારનો નાસ્તો તેનું કામ અલગ રીતે જ કરે છે. જો નાસ્તો છોડી દેવામાં આવે તો આખો દિવસ સુસ્તી અને થાક જ અનુભવાય છે.

અનેક લોકો વિચારે છે કે ઓછું ભોજન અથવા ન ખાવાથી મેદસ્વીતા ઘટે છે એટલા માટે તેઓ ડાયેટિંગ કરે છે પરંતુ નાસ્તો છોડી દેવા અથવા અધૂરો કરવાથી તમારું શરીર બેડોળ થવાની સંભાવના છે જે મેદસ્વીતાથી પણ ખરાબ છે.

Comments

comments