સસ્તા અનાજના વેપારીનું અિલ્ટમેટમઃ તા.5 માર્ચથી બેમુદતી હડતાલ

February 22, 2019 at 4:10 pm


કમિશન વધારા સહિતની વિવિધ માગણીઆે સબબ છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવતા અને બે દિવસથી ગાંધીનગરમાં ધરણાં પર ઉતરેલા ગુજરાતભરના સસ્તા અનાજના વેપારીઆે ફાઈટ ટૂ ફિનિશના મૂડમાં આવી ગયા છે. સરકાર પોતાના પ્રશ્નોનો નિવેડો ન લાવે તો તા.5 માર્ચથી બેમુદતી હડતાલનું એલાન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સરકારને તા.4 માર્ચ સુધીનો સમય સસ્તા અનાજના વેપારીઆેએ આપ્યો છે.
ગુજરાત રાજ્ય સસ્તા અનાજના વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીના વડપણ હેઠળ ગાંધીનગરમાં બે દિવસથી ધરણાં ચાલી રહ્યા છે. કમિશન વધારવા, લઘુત્તમ વેતન આપવા, વહીવટી ખર્ચ આપવા સહિતની માગણીઆે સસ્તા અનાજના વેપારીઆેની છે. આ સંદર્ભે ગાંધીનગરમાં મંત્રીઆે સાથે ચર્ચા-વિચારણા થઈ હતી પરંતુ કમિશનની રકમમાં મામૂલી વધારો કરવા માટે સરકાર તૈયાર થઈ છે અને વેપારીઆેને આ વધારો આેછો લાગતો હોવાથી સમાધાન શકય બન્યું નથી.
સસ્તા અનાજના વેપારીઆેને કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા ભરતભાઈ ધાનાણી, એનસીપીના શંકરસિંહ વાઘેલા સહિતનાઆે મળ્યા હતા અને આ લડતને ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનના સંચાલકો, કેરોસીન વિતરકોએ પણ ટેકો જાહેર કર્યો છે અને સરકાર વૈકિલ્પક યોજનામાં પોતાનો ઉપયોગ કરવા માગશે તો ના પાડી દેવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.
સસ્તા અનાજના વેપારીઆે ચાલુ માસની પરમીટ પણ ઈસ્યુ કરાવવાના નથી અને માલ ઉપાડવાના નથી તેથી હવે આ લડાઈ વધુ ઉગ્ર બને તેમ જણાઈ રહ્યું છે.

Comments

comments