સહકારનગરમાં માતાના ઘરે ફોટોગ્રાફરનો ફાંસો ખાઈ આપઘાત

January 19, 2019 at 3:17 pm


શહેરના કોઠારીયા રોડ પર આવેલ સહકારનગરમાં માતાના ઘેર આવેલા ફોટોગ્રાફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિરાટનગરમાં રહેતા મોચી યુવાનને મગજની બિમારી અને શરીરની નબળાઈ સહિતની બિમારી હોય હવે કયારેય સારૂ નહી થાય તેની ચિંતામાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ભકિતનગર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિરાટનગર મેઈન રોડ પર રહેતો નિલેશ રમેશભાઈ પરમાર ઉ.વ.37 નામનો યુવાન ગઈકાલે તેની માતાના ઘેર સહકારનગર પાસેના શ્રીનગરમાં હતો તે દરમિયાન પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમના પરિવારજનોએ તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ભકિતનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં બે ભાઈ એક બેનમાં વચેટ નિલેશભાઈના પિતાનું કેટલાક સમય પહેલા અવસાન થયું હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું તેમજ ફોટોગ્રાફીનો ધંધો કરતો હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની વિશેષ પુછપરછમાં નિલેશભાઈને છેલ્લા કેટલાક સમયથી મગજની અને શરીરની નબળાઈની બિમારી હોય દવા લેવા છતાં સારૂ થતું ન હોય તેને કોઈ દિવસ સારૂ નહી થાય તેવી ચિંતામાં ગઈકાલે શ્રીનગરમાં રહેતા તેના માતાના ઘેર જઈ રૂમમાં સુવા જવાનું કહી ગયો હતો. સાંજે તેના ભાઈ સહિતનાઆેએ દરવાજો ખખડાવતા ન ખુલતા બારીમાંથી તપાસ કરતા નિલેશભાઈ પંખામાં દોરી બાંધી લટકતી હાલતમાં જોવા મળતા દરવાજો તોડી તેને ઉતારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયાનું જણાવતા જમાદાર અજયભાઈ ચૌહાણે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL