સાંકડી વધ-ઘટ બાદ સેન્સેક્સે ફરી નવો હાઈ બનાવ્યો

July 30, 2018 at 4:32 pm


સતત 7 દિવસ સુધી અવિરત તેજી રહ્યા બાદ આજે કારોબારના પ્રથમ દિવસે શેરબજારમાં હલચલ જોવા મળી હતી. પ્રાથમિક ટ્રેન્ડમાં ઉછળ્યા બાદ સેન્સેક્સ અને નિફટી બન્નેમાં પીછેહઠ જોવા મળી હતી. જો કે થોડા જ સમય બાદ સેન્સેક્સે આગેકૂચ કરતાં નવો હાઈ બનાવી લીધો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 166 પોઈન્ટના ઉછાળા સાથે 37500 ઉપર અને નિફટી 39 પોઈન્ટના ઉછાળા સાથે 11317 ઉપર કારોબાર કરી રહ્યા છે. અચાનક આવેલા કરેક્શનને પગલે રોકાણકારોમાં પણ ગભરાટ ફેલાયો હતો પરંતુ થોડી જ વારમાં સુધારો થઈ જતાં રાહતનો શ્વાસ લીધો હતો.

Comments

comments