સાઉથ આફ્રિકા વિરુદ્ધ ધોનીનો માસ્ટર પ્લાન

February 7, 2018 at 7:27 pm


ભારત અને સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે વન-ડે ટુર્નામેન્ટ રમાઇ રહી છે. આજે કેપટાઉનમાં બંને ટીમ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાશે. મેચ પહેલાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની રણનીતિ પર કામ કરતા નજરે ચઢ્યો હતો, અને પોતાની રણનીતિને સફળ બનાવવા માટે તેમણે વિકેટની પાછળ ભારે મહેનત પણ કરી હતી. જણાવી દઇએં કે વિકેટકીપર માહીના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે.સામાન્ય રીતે ધોની નેટ પ્રેક્ટીસ દરમિયાન વિકેટકીપિંગ પાછળ બહુ પ્રેક્ટિસ નથી કરતો હોતો, પરંતુ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચ પહેલાં ધોનીએ વિકેટકીપિંગ પાછળ ખાસ્સો સમય વિતાવ્યો હતો. પૂર્વ કેપ્ટન ધોની ધીમી ગતિના બોલથી વિકેટ ઉડાવવાની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.સાઉથ આફ્રિકન ટીમનું માનવું છે કે ભારતીય સ્પિનર્સથી બચવા માટે ‘ડાઉન ધી ટ્રેક’ રમવાની જરૂર છે, ત્યારે સાઉથ આફ્રિકન પ્લેયર્સનો આ પ્લાન નિષ્ફળ નિવડે તે માટે મહેન્દ્રસિંહ ધોનીએ ખાસ રણનીતિ બનાવી છે.સાઉથ આફ્રિકાના બેટિંગ કોચ ડેલ બેંકેન્સટીનનું માનવું છે કે ભારતીય સ્પિનર્સનો સામનો કરતી વખતે ડિફેન્ડ કરવું મુશ્કેલ સાબિત થઇ શેક છે. ટેસ્ટ સીરીજમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું, પરંતુ વનડે સીરીજમાં માત્ર નિરાશા જ સાંપડી હતી. દક્ષિણ આફ્રિકા 6 મેચની સીરિજમાની 2 વનડે મેચ ગુમાવી ચૂક્યું છે. ભારતે વનડે સીરીજ પર કબજો જમાવવા માટે હજુ 2 વનડે મેચ જીતવી પડશે.

Comments

comments