સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં વગર નોટીસે ધરપકડ નહીં થાય

September 12, 2018 at 10:45 am


અલહાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના 2014ના એક આદેશ દ્વારા સમર્થિત સીઆરપીસીની જોગવાઇઓનું પાલન કયર્િ વિના એક દલિત મહિલા અને તેની પુત્રી પર હુમલાના આરોપી ચાર લોકોની ધરપકડ ન કરી શકે. કોર્ટે કહ્યું હતું કે, સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં વગર નોટીસે ધરપકડ નહીં થાય.
આ કેસ આઇસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક ’’નિયમિત’’ (રૂટિન) ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.
હાઇકોર્ટની લખનઉ પીઠમાં ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ સંજય હરકૌલીની ખંડપીઠે આ આદેશ પારિત કર્યો. વર્ષે 2014માં હાઇકોર્ટે અર્ણેશ કુમારના મામલે આરોપીની ધરપકડ પર દિશાનિર્દેશોનું સમર્થન કર્યું હતું.
સીઆરપીસી કલમ 41 અને 41-એ કહે છે કે સાત વર્ષ સુધી જેલની સજાનો સામનો કરી રહેલા કોઇ આરોપીની ત્યાં સુધી ધરપકડ ન કરવામાં આવે જ્યાં સુધી પોલીસ રેકોર્ડમાં તેની ધરપકડના પયર્પ્તિ કારણો સ્પષ્ટ ન કરવામાં આવે.
હાઇકોર્ટનો આદેશ પર એવું માનવામાં આવ્યું છે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદાનો દુરઉપયોગ રોકવા માટે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા આદેશને પલટવાની મંશાથી હાલ સંસદે આ કાયદામાં સુધારા માટે એક ખરડો પસાર કર્યો છે.

Comments

comments

VOTING POLL