સાત હનુમાન નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા યુવાને ઝેરી દવા પીધી

June 12, 2019 at 5:00 pm


કુવાડવા વિસ્તારના સાત હનુમાન મંદિર નજીક વોંકળાના પાટીયા પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા કિશન જેસીંગ ચૌહાણ ઉ.વ.૨૫ દેવીપૂજક યુવાને કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર મેળવ્યા બાદ ઘરે પરત આવતા રાત્રીના કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યો જતાં પરિવાર દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

યુવાનની માતા કાશીબેનના જણાવ્યા મુજબ તેમનો પુત્ર કિશન મજુરી કામ કરે છે અને ગત તા.૧૧ના રોજ પોતે શાક લેવા ગયા હોય તે સમયે કોઈ કારણોસર ઘરમાં દવા પી લીધી હતી. તે ઘરે પરત ફરી કિશનને ઉઠાડવા જતાં ઉલટી કરવા લાગતા તાત્કાલીક ૧૦૮ દ્રારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જયાં સારવાર મેળવી સાંજે ઘરે પરત ફર્યા બાદ ઘરે સુતો હતો ત્યારે તેમના માતા કાશીબેન બહાર કોઈ કામકાજ માટે ગયા હોય ત્યારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા તેની શોધખોળ હાથ ધરી છે. કિશનના લ ગત વર્ષે જ હળવદ ગામે થયા હોવાનું વધુમાં જાણવા મળેલ છે. આ અંગે કુવાડવા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL