સાધુબેટની નજીક 500 ટેન્ટનું સિટી વિકસાવવાશેઃ પ્રવાસન વિભાગે ટેન્ડરો બહાર પાડયા

September 11, 2018 at 11:54 am


31 આેકટોબર-2018ના સરદાર પટેલના વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે. આ સાધુબેટની આસપાસ વિશેષ એડવેન્ચર પાર્ક અને ટેન્ટ સિટી વિકસાવીને વિશ્વના પ્રવાસન નકક્ષામાં ગુજરાતને લઈ જવામાં આવનાર છે. આવતા દાયકામાં ગુજરાતનું આ સ્થળ વૈશ્વિક પ્રવાસીઆે માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર છે તેમાં મીનમેખ નથી. તેમ પ્રવાસન વિભાગના ઉચ્ચ સૂત્રો જણાવી રહ્યા છે.
182 મીટરના સ્ટેચ્યુ આેફ યુનિટીના લોકાર્પણની સાથે નરેન્દ્ર મોદીના નામે નવો ઈતિહાસ લખાશે. આટલા ટૂંકાગાળામાં આટલા મોટા સ્ટેચ્યુના નિમાર્ણમાં દેશવ્યાપી લોખંડ ખેતરોમાંથી ઉઘરાવવાની મુહીમ છેડવામાં આવી હતી જેનું કલેકશન દેશભરના તમામ રાજ્યોની ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જેનો સંગ્રહ રાજપીપળા નજીક રાખવામાં આવ્યો હતો. જેનો 182 મીટરના સ્ટેચ્યુમાં નહી પરંતુ જુદી જુદી જગ્યા પર ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવાસ મંત્રી ગણપત વસાવાના જણાવ્યાનુસાર પાયાના સ્ટ્રકચરથી શરૂ કરવામાં આવેલ આ સ્ટ્રકચર પ્રવાસીઆે માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર છે. આ પ્રવાસન સ્થળ પર મ્યુઝિકલ ફાઉન્ટેન્ટ, પારીની સાહસિક રમતો, પીપીપીના ધોરણે ટેન્ટ સિટી વિકસાવવા માટેના ટેન્ડરો બહાર પાડી દેવાયા છે તો પ્રવાસન સ્થળની સાથોસાથ સ્ટેચ્યુ આેફ યુનિટીની નીચે વિશેષ કેન્ટથી બનાવવામાં આવશે જેમાં ગુજરાતી પરંપરાગત વાનગીઆે સાથે સાથ વિવિધ રાજ્યોના પારંપારિક આહાર મળે તેવી વિવિધતામાં એકતા જેવી શાકાહારી કેન્ટીન બનાવવામાં આવનાર છે.
સાધુબેટની નજીક 75 વૈભવી, 75 ડિલકસ અને 100 અન્ય સહિત મળીને સામાન્ય કક્ષાના 250 ટેન્ટ મળીને 500 ટેન્ટનું પીપીપી ધોરણે સિટી વિકસાવવામાં આવશે જે સાધુબેટથી માત્ર 35 કિ.મી.ના અંતરે વિકસાવાશે.
આવતા દિવસોમાં વોટર રિવર રાફટિંગ, પેરાગ્લાઈડિ»ગ ફોરલ, ટ્રેકસ વોટર સ્કૂટર જેવી રમતોને વિકસાવવામાં આવનાર છે. 182 મીટરની પ્રતિમાની લોકાર્પણને આડે 50 દિવસ જેટલો જ સમય બાકી છે. તેવા સંજોગોમાં વિવિધ કામોની સમીક્ષાને લઈને દર સપ્તાહે બેઠકનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં પ્રવાસન સ્થળોમાં અત્યાર સુધી સાસણના સિહ, કચ્છનો રણોત્સવ, સાપુતારા વગેરે અગ્રતા ધરાવતા હતા પરંતુ વાધુબેટ પર આકાર પામેલ સ્ટેચ્યુ આેફ યુનિટી વર્લ્ડનું ઉંચામાં ઉંચુ સ્ટેચ્યુ બનનાર છે. જે આવતા દિવસોમાં ગુજરાતને વૈશ્વિક નકત્રામાં લાવીને મુકશે આ સ્થળની આસપાસના વિસ્તારને પ્રવાસન પ્રવૃતિ તરીકે આગળ લઈ જવા સરકાર કમરકસી રહી છે.

Comments

comments

VOTING POLL