સાધુ વાસવાણી રોડ પર ડિલેવરી કરવા આવેલા ૬૦ બોટલ દારૂ સાથે શખસ ઝબ્બે

April 19, 2019 at 4:51 pm


સાધુ વાસવાણી રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન યુનિવર્સિટી પોલીસે ૬૦ બોટલ વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર સાથે બિલખાના શખસની ઝડપી લઈ રૂા.૪.૧૪ લાખની મત્તા કબજે કરી વધુ પુછપરછ કરતા કારમાં ચોરખાનું બનાવી શખસ ડીલેવરી કરવા આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી આકરી પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ એમ.વી.રબારી સહિતના સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજનાના કવાર્ટર પાસેથી શંકાસ્પદ ઈનોવા કાર નં.જીજે૧એચજે ૮૮૫૦ને અટકાવી તલાશી લેતાં તેમાંથી ૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ચાલક મયુર કિરીટ જાડા રહે. બિલખા જિલ્લો જૂનાગઢની ધરપકડ કરી વિદેશી દારૂ, મોબાઈલ અને ઈનોવા કાર મળી કુલ રૂા.૪.૧૪ લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં ઈનોવા કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો હોય પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કોને આપવાનો હોય અને કયાંથી લીધો ? તે સહિતની આકરી પુછપરછ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ મહારાષ્ટ્ર્ર બેંક નજીક અવધ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં બખેડો કરતો કરણ વિમલેશ પટેલ રહે. જૂનાગઢ અને જીગર જયેશ વાઢેરની યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ વિવેકભાઈ સહિતના સ્ટાફે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

comments