સાધ્વીનું ઉંબાડિયું

April 22, 2019 at 10:24 am


મહારાષ્ટ્ર્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમતં કરકરેના મૃત્યુ બાબતમાં માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આપેલા નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થયો છે.ભલે આ નિવેદન બાદ તેમણે માફી માંગી લીધી છે પણ તેમના આ પ્રકારના નિવેદનથી ચૂંટણીની આચારસંહિતાનું અસ્તિત્વ જ ન રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે મારા શાપના કારણે હેમતં કરકરેનું મોત થયું હતું. બધા જાણે છે કે, નવેમ્બર, ૨૦૦૮માંના ૨૬૧૧ મુંબઈ હત્પમલામાં કરકરે અને અન્ય બે વરિ અધિકારી ત્રાસવાદીઓના ગોળીબારમાં શહીદ થયા હતા.
ભાજપે પણ સાધ્વીના આ નિવેદનથી કિનારો કરી લીધો હતો. અને કહ્યું હતું કે, ભાજપ આ પ્રકારના નિવેદનથી સહમત નથી. લોકો તો એવું કહેવા લાગ્યા છે કે, જો શાપને કારણે કોઈનું મૃત્યુ થતું હોય તો સાધ્વીએ દાઉદ ઇબ્રાહિમ અને મસૂદ અઝહર જેવા દેશદ્રોહીઓને પણ શાપ આપવા જોઈએ.
સાધ્વી પ્રજ્ઞાસિંહના નિવેદન સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસે શુક્રવારે માગ કરી હતી કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્ર્રની માફી માગવી જોઈએ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે પગલાં ભરવાં જોઈએ.જો કે, નરેન્દ્ર મોદીએ તો સાધ્વીને ટિકિટ આપવાના ભાજપના પગલાંને વ્યાજબી ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસે પણ રાહત્પલ અને સોનિયા ગાંધીને ટિકિટ આપી છે.આ બંને પણ જામીન ઉપર છૂટેલા છે. આ બધાની વચ્ચે ભાજપે પરિસ્થિતિ માપી લીધી હતી. અને કહ્યું કે ત્રાસવાદીઓ સામે બહાદુરીપૂર્વક લડતી વખતે કરકરે શહીદ થયા હતા. ભાજપે તેમને હંમેશાં શહીદ ગણ્યા છે. ભાજપના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે સાધ્વી ઠાકુરે વર્ષેાથી પોલીસ કસ્ટડીમાં શારીરિક અને માનસિક ટોર્ચર સહન કયુ હતું જેના કારણે તે કદાચ આવું નિવેદન કરી રહ્યાં છે. આ તેમનું અંગત નિવેદન છે.
સાધ્વી પ્રજ્ઞાસિંહ હાલમાં જામીન પર છે અને ભોપાળથી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ સામે ભાજપે તેમને ઊભા રાખ્યા છે. સાધ્વી સામે અનલોફલ એકિટવિટીઝ (પ્રિવેન્શન) અકટ હેઠળ કામ ચાલી રહ્યું છે. જોકે તેમને મકોકામાંથી (મહારાષ્ટ્ર્ર કન્ટ્રોલ આફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અકટ) કોર્ટે તેમને મુકત કર્યા છે

Comments

comments

VOTING POLL